Rahul Gandhi alleges vote theft in Lok Sabha elections 2024 : દિલ્હીના રામલીલા મેદાનમાં જંગી રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar) પર આકરા પ્રહાર કર્યા છે. ગાંધીએ 2024ની સામાન્ય ચૂંટણીને વોટ ચોરી ગણાવી છે. તેમણે કહ્યું કે આ દેશમાં વર્ષોથી મત ચોરી થઈ રહી છે. EVM દ્વારા અને મતદાર યાદીઓમાંથી નામ કાઢી નાંખીને ચોરી કરવામાં આવ્યા હતા. મમતા બેનરજી (Mamata Banerjee) એ બંગાળનું ઉદાહરણ આપ્યું. આ ઉપરાંત મધ્યપ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ઉદાહરણ આપવામાં આવ્યા. લોકસભા-2024ની ચૂંટણી પછી 13.5 કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી દેવાયા છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે 2024ની ચૂંટણી બાદ 15 ટકા મતદારો દૂર કરવામાં આવ્યા હતા. 2024માં અમારી અને NDA વચ્ચે ફક્ત 3 ટકાનો તફાવત હતો અને તે પછી 15 ટકા મતદારો દૂર કરવામાં આવ્યા હતા. આનો અર્થ એ થયો કે 2024ની ચૂંટણી વોટ ચોરીવાળી હતી. રાહુલ ગાંધીએ કહ્યું, “જ્ઞાનેશ કુમાર જેલમાં જશે. આ સામાન્ય ચોરી નથી. આ નાગરિકોની અભિવ્યક્તિ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ચોરી છે. આને રાજદ્રોહ કહેવાય છે. જ્ઞાનેશ કુમાર વિના, નરેન્દ્ર મોદી (Narendra Modi) પીએમ ન બન્યા હોત, કે અમિત શાહ (Amit Shah) ગૃહમંત્રી ન બન્યા હોત. RSS એ આ દેશની બધી સંસ્થાઓ પર કબજો કરી લીધો છે.” તેમણે એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જ્ઞાનેશ કુમાર રાત્રે ઊંઘી શકતા નથી.








