Sunday, October 11, 2026
HomeGujaratAhmedabadAhmedabad : ખુલ્લી ગટરમાં ખાબકેલી બાળકી 24 કલાક બાદ પણ ગુમ, ઘટના...

Ahmedabad : ખુલ્લી ગટરમાં ખાબકેલી બાળકી 24 કલાક બાદ પણ ગુમ, ઘટના બાદ AMC તંત્ર જાગ્યું અને ડ્રેનેજના ઢાંકણા નાંખવાનું શરૂ કર્યું

- Advertisement -

Blind girl missing after falling into an open drain in Ahmedabad : અમદાવાદ શહેર અને સુરતમાં ખુલ્લી ગટરે બે બાળકીઓનો ભોગ લીધો છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ના અધિકારીઓના પાપે 10 વર્ષીય બાળકી ખુલ્લી ગટરમાં પડી ગઈ છે. જ્યારે સુરતની પાંડેસરા જીઆઈડીસીમાં રાધિકા પ્રિન્ટિંગ મિલ (Radhika Printing Mill Surat) ના કેમ્પસમાં ઘટના ઘટી છે. અમદાવાદના નારોલના ગણેશનગરમાં રહેતી 10 વર્ષીય મનીષા સલાટની ફાયરબ્રિગેડની ટીમ છેલ્લાં 24 કલાકથી શોધખોળ કરી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પીરાણા એસટીપી અને સાબરમતી નદીના તટમાં શોધખોળ હાથ ધરવામાં છે. પીપળજ રોડ પાસે ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં બનેલી ઘટના બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં મોતના કુવા સમાન ખુલ્લી ગટરોને ઢાંકણા નાંખવા માટે AMC ના અધિકારી અને તેમની ટીમોએ દોડધામ કરી મુકી છે. બીજી તરફ નારોલ પોલીસ સ્ટેશન (Narol Police Station) ખાતે આ મામલાને લઈને જાણવા જોગ નોંધ કરવામાં આવી છે.

10 ઓક્ટોબરના શનિવારના રોજ નારોલ ગણેશનગર ખાતે રહેતી અને ચાદર વેચી પરિવારનું ગુજરાન ચલાવતા ભલાભાઈ સલાટની પ્રજ્ઞાચક્ષુ પુત્રી મનીષા (ઉ.10) ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. ભલાભાઈના પાંચ સંતાનો પૈકી ત્રણ સંતાન જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે. નારોલ- વિશાલા નેશનલ હાઇવે પર પીપળજ રોડ પાસે ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં મનીષા પડી જતાં તેની તંત્રએ શોધખોળ આરંભી હતી, પરંતુ આજે રવિવારની સાંજ સુધી તેનો પત્તો લાગ્યો નથી. ડ્રેનેજ લાઈનમાં ગટર અને કેમિકલ યુક્ત પાણી હોવાના કારણે ઉતરીને શોધી શકાય તેવી સ્થિતિ ન હોવાના પગલે હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા પીરાણા એસટીપી (Pirana STP) અને સાબરમતી નદીના તટમાં બાળકીની શોધખોળ કરવામાં આવી રહી છે.

- Advertisement -

ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં બાળકી પડી જવાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ ખુલ્લી ડ્રેનેજ લાઈનને ઢાંકવા ઢાંકણા લગાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. આજે સવારથી તંત્ર દ્વારા ખુલ્લી ડ્રેનેજ લાઈનને ઢાંકણા નાંખવામાં આવી રહ્યા છે અને તૂટેલા ઢાંકણા બદલવામાં આવી રહ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular