Saturday, October 10, 2026
HomeInternational14 વર્ષમાં જ 6.8 લાખ પેંગ્વિન ગાયબ, એન્ટાર્કટિકાની સૌથી મોટી ચિનસ્ટ્રેપ પેંગ્વિન...

14 વર્ષમાં જ 6.8 લાખ પેંગ્વિન ગાયબ, એન્ટાર્કટિકાની સૌથી મોટી ચિનસ્ટ્રેપ પેંગ્વિન વસાહત ખત્મ થઈ રહી છે?

- Advertisement -

Millions of penguins have disappeared from Antarctica Zavodovski Island : એન્ટાર્કટિકાના ઝાવોડોવ્સ્કી ટાપુ પરથી પેંગ્વિન વસાહતને લઈને ચોંકાવનારા સમાચાર આવ્યા છે. માત્ર 14 વર્ષમાં 6.8 લાખથી વધુ ચિનસ્ટ્રેપ પેંગ્વિન ગાયબ (Millions of chinstrap penguins disappear) થઈ ગયા છે. એટલે કે, 63 ટકાનો ઘટાડો દર્શાવે છે. વર્ષ 2011માં 10.9 લાખ પેંગ્વિન હતા. જે વર્ષ 2025 સુધીમાં ઘટીને 4.02 લાખ થઈ ગયા છે. ગ્લોબલ વોર્મિંગ (Global warming) અને સમુદ્રનું વધતું તાપમાન મુખ્ય કારણ છે. જેનાથી પેંગ્વિનના મુખ્ય ખોરાક ‘ક્રિલ’ની અછત સર્જાઈ છે. આ ક્લાઇમેટ ચેન્જની સૌથી મોટી ભયાનક ચેતવણી (Climate Change Threat) છે. આશ્ચર્યની વાત એ છે કે, ઝાવોડોવસ્કી ટાપુ પર જ જોવા મળતી બીજી પ્રજાતિ ‘મેકરોની પેંગ્વિન’ (Macaroni Penguin) ની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આનો સીધો અર્થ એ છે કે પર્યાવરણ અને સમુદ્રના ફેરફારોની અસર બધી પ્રજાતિઓ પર એકસરખી થતી નથી.

14 વર્ષના ટૂંકા સમયગાળામાં 6.8 લાખથી વધુ પેંગ્વિન ગાયબ થઈ ગયા હોવાનો આ આંકડો કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ પૃથ્વીની બદલાતી આબોહવાની ભયાનક ચેતવણી છે. એન્ટાર્કટિકાના સાઉથ સેન્ડવિચ ટાપુ સમૂહમાં આવેલો ‘ઝાવોડોવ્સ્કી ટાપુ’ એક સમયે વિશ્વની સૌથી મોટી પેંગ્વિન વસાહત તરીકે ઓળખાતો હતો. અહીં મુખ્યત્વે ‘ચિનસ્ટ્રેપ’ પ્રજાતિના પેંગ્વિન રહે છે. ‘કરન્ટ બાયોલોજી જર્નલ’માં પ્રકાશિત થયેલા નવા રિપોર્ટ મુજબ, વર્ષ 2011 થી 2025ની વચ્ચે 14 વર્ષના સમયગાળામાં અહીં પેંગ્વિનની વસ્તીમાં 63 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2011માં અહીં આશરે 10.9 લાખ ચિનસ્ટ્રેપ પેંગ્વિન હતા.

- Advertisement -

બ્રિટિશ એન્ટાર્કટિક સર્વે (BAS) ના વિજ્ઞાનીઓએ ડ્રોન, સેટેલાઇટ ફોટોગ્રાફ્સ અને પેંગ્વિનના શરીર પર લગાવેલા ટ્રેકિંગ ડિવાઇસની મદદથી આ સંશોધન કર્યું છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ અને સમુદ્રનું વધતું તાપમાન છે. ચિનસ્ટ્રેપ પેંગ્વિનનો મુખ્ય ખોરાક ‘એન્ટાર્કટિક ક્રિલ’ છે. ક્રિલ એ ઝીંગા જેવો એક નાનો દરિયાઈ જીવ છે. સમુદ્રનું પાણી ગરમ થવાને કારણે આ ક્રિલનું રહેઠાણ બદલાઈ ગયું છે. ટ્રેકિંગ ડિવાઇસના ડેટાથી જાણવા મળ્યું કે હવે પેંગ્વિનને ક્રિલ શોધવા માટે ટાપુના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઠંડા પાણી તરફ ભટકવું પડે છે. ખોરાકની આવી અછત અને સંઘર્ષ પેંગ્વિનના સ્વાસ્થ્ય તેમજ તેમના બચ્ચાના ઉછેર પર ગંભીર અસર કરી રહ્યા છે.

ચિનસ્ટ્રેપ પેંગ્વિનની વસ્તી ઘટવાથી ઝાવોડોવસ્કી ટાપુએ ‘વિશ્વની સૌથી મોટી પેંગ્વિન વસાહત’ હોવાનો રેકોર્ડ ગુમાવી દીધો છે. હવે એન્ટાર્કટિકાના રોસ સમુદ્રમાં આવેલ ‘કેપ અડારે’ (Cape Adare) વિસ્તારને વિશ્વની સૌથી મોટી વસાહત માનવામાં આવે છે. જ્યાં મોટી સંખ્યામાં ‘એડેલી પેંગ્વિન’ વસવાટ કરે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular