Thursday, October 1, 2026
HomeGujaratસુરત ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ નેતાનો પુત્ર ફરી MD ડ્રગ્સ સાથે પકડાયો,...

સુરત ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ નેતાનો પુત્ર ફરી MD ડ્રગ્સ સાથે પકડાયો, અગાઉ 35 લાખના ડ્રગ્સ કેસમાં આરોપી હતો

- Advertisement -

Son of former Surat BJP leader arrested in NDPS case : સુરત શહેર જ નહીં પરંતુ રાજ્યભરમાં ડ્રગ્સના દૂષણની સમસ્યા દિવસે ને દિવસે વકરતી જાય છે. સુરત શહેરની પુણા પોલીસે ભાજપના એક પૂર્વ નેતાના પુત્રને 3.26 ગ્રામ એમડી ડ્ર્ગ્સ (MD Drugs) સાથે ઝડપી પાડ્યો છે. મોહંમદ રેહાન જમીલ અહમદ અંસારી બે વર્ષ અગાઉ રાજસ્થાનથી 35 લાખનું ડ્ર્ગ્સ મગાવવાના એક કેસમાં ધરપકડ થતાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. પકડાયેલા આરોપી પાસેથી MD ડ્ર્ગ્સ ઉપરાંત વજનકાંટો, એક ટુ વ્હીલર અને મોબાઈલ ફોન કબજે લેવામાં આવ્યો છે. આરોપી રેહાને પોલીસ પૂછપરછમાં જણાવ્યું છે કે, તેને MD ડ્રગ્સ પીવાની લત છે. આ ડ્ર્ગ્સ તે નવસારી બજાર કબ્રસ્તાનના ટેકરા પાસે, મચ્છી માર્કેટ નજીક રહેતા નદીમ નામના શખ્સ પાસેથી લાવ્યો હતો. જેથી પુણા પોલીસે રેહાન સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી (Puna Police registered an NDPS case against Rehan Ansari) ડ્રગ્સ સપ્લાયર નદીમને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.

અગાઉ 35 લાખના ડ્ર્ગ્સ કેસમાં ઝડપાયેલા અને જેલની હવા ખાઈ ચૂકેલા સુરત ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ નેતા જમીલ અંસારી ઉર્ફે જમીલ બિરયાનીનો પુત્ર રેહાન ડ્ર્ગ્સનો જથ્થો લઈને ટુ વ્હીલર પર જઈ રહ્યો છે. જે માહિતીના આધારે પુણા પોલીસે ન્યુ એપીએમસી ફ્રુટ માર્કેટ પાસે વોચ ગોઠવી રેહાન અંસારીને રસ્તામાં અટકાવ્યો હતો. સુરતના ભાઠેના વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવતા મોહંમદ રેહાન જમીલ અહમદ અંસારી (ઉં. 28, રહે. પંચશીલનગર, ભાઠેના, સુરત – મૂળ રહે. બીજનૌર, UP)ની તલાશી લેતા તેની પાસેથી પારદર્શક ઝીપ લોક બેગમાંથી સફેદ-પીળા રંગનો પાવડર મળી આવ્યો હતો. આ ઉપરાંત મોપેડની ડીકીમાંથી એક નાનો બેટરી સંચાલિત ડિજિટલ વજનકાંટો, મોબાઇલ ફોન, રોકડ રૂપિયા 300 તથા તેનું ઓળખપત્ર મળી આવ્યા હતા. રેહાન પાસેથી મળેલો પાવડર MD ડ્ર્ગ્સ હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

અત્રે નોંધનીય છે કે, ઓગસ્ટ-2024માં સુરત એસઓજી (Surat SOG) એ ઉધના દરવાજા ખાતે આવેલી ઓયો હોટલમાંથી રાજસ્થાનના ચેતન શાહુ, હિન્દુ યુવા વાહિની સુરત પ્રમુખ વિકાસ આહીર અને અનિશખાન લાકડાવાલા સહિતના શખ્સોને રાજસ્થાનથી 35 લાખનું ડ્રગ્સ મંગાવવાના નેટવર્કમાં ઝડપી પાડ્યા હતા. જે કેસમાં રેહાનની ભૂમિકા સામે આવતા તેની ધરપકડ થઈ હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular