Monday, September 28, 2026
HomeGujaratLand Rover Discovery જેવી લક્ઝૂરિયસ ગાડીની હાલત જુઓ, ગુજરાતના આ હાઈવે પર...

Land Rover Discovery જેવી લક્ઝૂરિયસ ગાડીની હાલત જુઓ, ગુજરાતના આ હાઈવે પર ભટકાઈ આખલા સાથે

- Advertisement -

Land Rover Discovery Accident in Gujarat: બે યુવાનોના મોત અને અન્ય કેટલાક ગંભીર રીતે ઘવાયા તેવો એક અકસ્માત ગુજરાતના ભારતમાલા હાઈવે પર થયો છે. રાજકોટથી રાજસ્થાન જવાના સમયે લેન્ડ રોવર ડિસ્કવરી જેવી લાખોની લક્ઝૂરિયસ કાર પણ તેમને બચાવી શકી નથી. અહીં સુધી કે કાર ખુદ પોતાને બચાવી શકી નથી. કારની હાલત એવી થઈ છે કે કોઈએ હથોડો મારીને અખરોટ ચગદી નાખી હોય. જોકે સમગ્ર ઘટનામાં એ ખ્યાલ આવી શક્યો નથી કે આ Land Rover Discovery નું કયું મોડલ હતું?

Land Rover Discovery જેવી મોંઘીદાટ કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા છે. આ ઘટના થરાદ પાસે બની છે. જે ગઈકાલે એટલે કે 27મી સપ્ટેમ્બરે બની હતી. થરાદથી ડીસા તરફના હાઈવે પર માલપુર નજીક આ ઘટના બની હતી. જ્યાં રોડ પર એક આખલા સાથે Land Rover Discovery કાર ભટકાઈ ગઈ હતી. જેના કારણે SUV ના ફૂરચે ફૂરચા બોલી ગયા હતા. ગાડીના પાર્ટ્સ પણ દૂર સુધી ફેંકાઈ ગયા હતા. અહીં સુધી કે કાર કઈ હતી તે ઓળખવી પણ પહેલા તો અઘરી બની ગઈ હતી.

- Advertisement -

આ ઘટનાની જાણ થતા તુરંત 108 એમ્બ્યુલન્સ વાન સ્થળ પર આવી પહોંચી હતી. તેના સ્ટાફે બે વ્યક્તિને સ્થળ પર જ મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું. જે લોકો ઘાયલ હતા તેમને તુરતં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહોને થરાદ નજીકના સરકારી દવાખાને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયા હતા.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular