Monday, September 21, 2026
HomeInternationalપાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રીએ પેટ્રોલ-ડીઝલની કિંમત હજાર રૂપિયે પહોંચવાની ચેતવણી આપી

પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રીએ પેટ્રોલ-ડીઝલની કિંમત હજાર રૂપિયે પહોંચવાની ચેતવણી આપી

- Advertisement -

Pakistan Oil Crisis amid US-Iran War : પાકિસ્તાનમાં ઇંધણ પુરવઠાને લઈને સર્જાયેલું સંકટ વધી રહ્યું છે. અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલની કિંમત પહેલાં જ પ્રતિ લિટર 400 પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગઈ છે. સરકારને સબસિડી આપવાની ફરજ પડી છે, પરંતુ આ કટોકટી વધુ વધતી જાય છે. પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રીએ પેટ્રોલ-ડીઝલના ભાવ હજાર રૂપિયે લિટર જઈ શકવાની ચેતવણી (Pakistan Petroleum Minister Warning) આપી છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે (Shehbaz Sharif) ગયા રવિવારે એક ખાસ રાહત યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મોટરસાઇકલ, રિક્ષા અને ચિંગચી (મોટર રિક્ષા) માલિકો તેમજ 800 સીસી સુધીના વાહનોના ચાલકોને પેટ્રોલ પર 100 રૂપિયા પ્રતિ લિટર ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું છે.

આતંકવાદને રાષ્ટ્રીય નીતિ માનનારા અને બનાવનારા પાકિસ્તાન વધુ એક આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. રવિવારે પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે (Ali Parvez Malik) ચેતવણી આપી હતી કે, જો દેશમાં તેલ અને ગેસની અછત સર્જાય છે તો પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 1 હજાર સુધી પહોંચી શકે છે. આનું કારણ એ છે કે મધ્ય પૂર્વમાં ફરી સર્જાયેલા તણાવ વચ્ચે વિશ્વભરમાં ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે. સાઉદી અરેબિયા પર હુતી બળવાખોરોના હુમલા વધી રહ્યા છે અને અમેરિકા પણ સંકેત આપી રહ્યું છે કે, તે ઈરાન પર નવા હુમલાની તૈયારી કરી રહ્યું છે.

- Advertisement -

પેટ્રોલિયમ મંત્રી મલિકે લાહોરમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ પહેલાથી જ 50 ટકા વધી ગયા છે અને યુરોપ-અમેરિકામાં પણ ભાવ ઝડપથી વધી રહ્યા છે. પાકિસ્તાન સરકાર તરફથી આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે મધ્ય પૂર્વમાં ફરી તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે વૈશ્વિક તેલ બજારમાં નોંધપાત્ર વધઘટ વચ્ચે ઇંધણના ભાવમાં તીવ્ર વધારો થયો છે. વાસ્તવિકતા એ છે કે જૂનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલો નાજુક યુદ્ધવિરામ કરાર તૂટી ગયો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular