Monday, August 31, 2026
HomeGujaratકુખ્યાત ભાવેશ રબારીની કારને ટક્કર માર્યા બાદ બે રાઉન્ડ ફાયરિંગ, ભાવેશ ઝીલિયાની...

કુખ્યાત ભાવેશ રબારીની કારને ટક્કર માર્યા બાદ બે રાઉન્ડ ફાયરિંગ, ભાવેશ ઝીલિયાની કારમાંથી લોડેડ રિવોલ્વર અને છરો મળ્યો

- Advertisement -

Firing on Bhavesh Ziliya : ઉત્તર ગુજરાતના કુખ્યાત ભાવેશ રબારી ઉર્ફે ભાવેશ ઝીલિયા પર બે રાઉન્ડ ફાયરિંગની ઘટનાના પગલે મહેસાણા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે. ભાવેશની કારને ઉપરાછાપરી ટક્કર માર્યા બાદ અજાણ્યા શખસો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે. બીજી તરફ ભાવેશ ઝીલીયાની નંબર પ્લેટ વિનાની ફોર્ચ્યુનર કારમાંથી લોડેડ રિવોલ્વર (Loaded revolver found from Bhavesh Rabari) અને છરો મળી આવતા પોલીસે ભાવેશ સહિતના ત્રણ શખસો સામે ગુનો નોંધ્યો છે. મહેસાણા સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી બનેલો ભાવેશ ઝીલીયા હથિયારના કેસમાં આરોપી બની ગયો છે.

પાટણના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામના ભાવેશ બળદેવભાઈ રબારી (ઉ. 32) તેના બે મિત્રો વિપુલ રબારી ઉર્ફે વલણ અને કરણ રબારી સાથે રવિવારની સાંજે ચા પીવા નાગલપુર ગયા હતા. ત્યારબાદ મહેસાણા હાઈવે રોડ માધવી પાર્લર ખાતે જ્યૂસ પીવા માટે ભાવેશ અને તેના મિત્રો પહોંચ્યા હતા. તે સમયે નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયોએ ભાવેશની ફોર્ચ્યુનર કારને ઉપરાછાપરી ટક્કર મારી હતી. સ્કોર્પિયોમાં બેસેલા એક શખસે ભાવેશ પર બે રાઉન્ડ ફાયર કર્યા હતા. ફાયરિંગ કર્યા બાદ આરોપીઓ સ્કોર્પિયોમાં ફરાર થઈ ગયા હતા. આ મામલાની જાણ થતાં મહેસાણા સિટી પોલીસ (Mahesana City Police) નો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ફાયરિંગ કરનારા આરોપીને શોધવા દોડધામ કરી મુકી છે.

- Advertisement -

ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસને જ્યારે ખબર પડી કે, ભાવેશ ઝીલિયા પર ફાયરિંગ થયું છે ત્યારે તેની નંબર પ્લેટ વિનાની ફોર્ચ્યુનર કારમાં તલાશી લીધી હતી. ભાવેશની કારમાંથી લોડેડ રિવોલ્વર 6 કારતૂસ સાથેની મળી આવી હતી. આ ઉપરાંત કારમાંથી એક મોટો છરો પણ મળી આવ્યો હતો. આથી મહેસાણા સિટી પોલીસ સ્ટેશન ખાતે ભાવેશ, વિપુલ અને કરણ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular