Friday, August 28, 2026
HomeNationalવધુ ભાવ થવાની આશંકાએ સરકારે બફર સ્ટોકમાંથી ડુંગળીનો સપ્લાય શરૂ કર્યો, દિલ્હીમાં...

વધુ ભાવ થવાની આશંકાએ સરકારે બફર સ્ટોકમાંથી ડુંગળીનો સપ્લાય શરૂ કર્યો, દિલ્હીમાં ₹35 પ્રતિ કિલોના ભાવે મળશે કાંદા

- Advertisement -

Government decision to control rising onion prices : ખાંડની કિંમતોમાં ભારે વધારા બાદ ડુંગળીના વધતા ભાવે લોકોની આંખોમાં આસું લાવી દીધા છે. ડુંગળીની વધતી કિંમતોથી ચિંતિત સરકારે ભાવને નિયંત્રિત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારે બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં ઠાલવવાનું શરૂ કરી દીધું છે. નાસિકથી ડુંગળીનું પ્રથમ કન્સાઈનમેન્ટ ‘કાંદા એક્સપ્રેસ’ દિલ્હી પહોંચી (Onion Express reaches Delhi) ગયું છે. દેશના મુખ્ય શહેરોમાં ડુંગળી પહોંચાડવા માટે રેલવે અને રોડ માર્ગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દરેક શહેરમાં મોકલવામાં આવનાર ડુંગળીનો જથ્થો સ્થાનિક ભાવ અને બજારની સ્થિતિના આધારે નક્કી કરવામાં આવશે. સરકાર NCCF, NAFED, સેન્ટ્રલ સ્ટોર્સ અને અન્ય રિટેલ આઉટલેટ્સ દ્વારા ડુંગળીનું વેચાણ કરી રહી છે. આ કેન્દ્રો પર ડુંગળીનો ભાવ ₹35 પ્રતિ કિલો નક્કી કરવામાં આવ્યો છે. સરકારનો ધ્યેય બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો અને ભાવમાં નોંધપાત્ર વધારો અટકાવવાનો છે.

દિલ્હીમાં ડુંગળી એક્સપ્રેસના આગમન બાદ ગ્રાહક બાબતોના વિભાગે ₹35 પ્રતિ કિલોના ડિસ્કાઉન્ટ દરે વેચવાનો નિર્ણય લીધો છે. બફર સ્ટોકમાંથી ડુંગળી છોડવાથી કિંમતો સ્થિર થવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે. દિલ્હી-NCRમાં 15 મોબાઇલ વાહનો દ્વારા ડુંગળી ₹35 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. NAFED મોબાઇલ વાન દ્વારા પણ સસ્તી ડુંગળી વેચી રહ્યું છે. આગામી બે થી ત્રણ દિવસમાં દિલ્હીમાં ડુંગળીના ભાવમાં થોડો ઘટાડો થવાની અપેક્ષા છે. ડુંગળીની 1-1 કિલોગ્રામની બેગતૈયાર કરાઈ છે. જેથી સસ્તી ડુંગળી શક્ય તેટલા લોકો સુધી પહોંચી શકે. એક વ્યક્તિ એક સમયે 1 કિલો ડુંગળી ખરીદી શકે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular