Tata Sons Chairman N Chandrasekaran resigns : નટરાજન ચંદ્રશેખરને ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. એન. ચંદ્રશેખરનના રાજીનામાના સમાચારના પગલે ભારતીય શેરબજારમાં 600 પોઈન્ટથી વધુનો કડાકો (Indian stock market crashed) આવ્યો છે. 63 વર્ષીય ટાટા સન્સ બોર્ડને નટરાજન ચંદ્રશેખરને તેમના નિર્ણયની જાણ કરી દીધી છે. તેઓ ફેબ્રુઆરી 2027 માં ચેરમેન તરીકેનો તેમનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી આ પદ પર રહેશે. તેમને 2017 માં ટાટા સન્સના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 2022 માં તેમને બીજો કાર્યકાળ સોંપવામાં આવ્યો હતો.
એવું માનવામાં આવે છે કે, ચંદ્રશેખરનના અચાનક જવાથી દેશના સૌથી મોટા ઔદ્યોગિક ગૃહ પર નકારાત્મક અસર પડશે. તેઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ટાટા મોટર્સ અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સહિત અનેક ટાટા કંપનીઓના ચેરમેન છે. ચંદ્રશેખરનનો આ નિર્ણય 18 ઓગસ્ટની AGM (સામાન્ય સભા) અને ટાટા સન્સનો લગભગ 66 ટકા હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટના મતદાન પેટર્નને લગતી અનિશ્ચિતતા વચ્ચે આવ્યો છે. એન. ચંદ્રશેખરન ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે અને ફરીથી નિમણૂકની માગ કરશે નહીં.








