Wednesday, July 15, 2026
HomeGujaratAhmedabadવેરાવળમાં SMC એ પરિવારને બંદૂકની અણીએ બંધક બનાવ્યો અને ખોટી ફરિયાદ નોંધાવી...

વેરાવળમાં SMC એ પરિવારને બંદૂકની અણીએ બંધક બનાવ્યો અને ખોટી ફરિયાદ નોંધાવી હોવાનો ધારાસભ્ય Vimal Chudasama નો આરોપ

- Advertisement -

Gir Somnath MLA Vimal Chudasama makes serious allegations against SMC : છએક દિવસ અગાઉ વેરાવળના કોળીવાડમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો અને ટોળાએ હુમલો કરતા પીએસઆઈ સિસોદીયાએ બે રાઉન્ડ ફાયરિંગ (SMC PSI Sisodiya fired) કર્યા હતા. આ ઘટના બાદ ગીર સોમનાથ જિલ્લાના 2 પીઆઈ અને 3 પીએસઆઈ સામે કાર્યવાહીના ભાગરૂપે પોલીસ સ્ટેશન તેમજ LCB માંથી હટાવી દેવાયા છે. વિવાદમાં આવેલા આ રેડ-ફાયરિંગ-FIR બાદ હવે સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમા (Vimal Chudasama MLA) ની એન્ટ્રી થઈ છે અને તેમણે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી સામે ગંભીર આરોપ લગાવ્યા છે. વિમલ ચુડાસમાએ 200 લોકોના ટોળા સામે લાગેલી હત્યાના પ્રયાસની કલમ રદ કરવા (Repeal attempt to murder clause) નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી રજૂઆત કરી છે.

પોલીસ ફરિયાદ જણાવ્યાનુસાર ગત 8 જુલાઈની રાતે એસએમસીના પીએસઆઈ જે.એચ. સિસોદીયાએ બાતમીના આધારે વેરાવળના કોળીવાડમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર રેડ કરી હતી. પોલીસે દરોડો પાડતા મહિલાઓ સહિતનું ટોળું આરોપીઓને છોડાવવા એકઠું થઈ ગયું હતું અને હુમલો કર્યો હતો. આ મામલે વેરાવળ પોલીસ સિટી પોલીસ સ્ટેશન ખાતે બે ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં એક જુગારધારા હેઠળ અને બીજી ટોળાએ કરેલા જીવલેણ હુમલાની. ફરિયાદ નોંધાયા બાદ ગીર સોમનાથ જિલ્લા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે હવે સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઝંપલાવ્યું છે. ચુડાસમાએ હર્ષ સંઘવીને લખેલા પત્રમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પર ગંભીર આરોપ (Serious allegations against State Monitoring Cell) લગાવ્યા છે. ચુડાસમાએ આરોપ લગાવ્યા છે કે, કોળીવાડના એક મકાનમાં ઘૂસી જઈ ટીમ એસએમસીએ રિવોલ્વરની અણીએ પરિવારને બંધક બનાવી ઘરના સભ્યોને માર માર્યો હતો. ટોળું એકઠું થઈ જતા એક પુરૂષ અને 4-5 મહિલાઓેને બંદૂકની અણીએ અગાશી પર લઈ જઈ બે રાઉન્ડ ફાયરિંગ કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. એસએમસીના પીએસઆઈએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોળી સમાજના મહિલા અને પુરૂષોના ટોળા સામે હત્યાના પ્રયાસની ખોટી ફરિયાદ નોંધાવી. પીએસઆઈ સિસોદીયાએ રેડ દરમિયાન વીડિયો રેકૉર્ડિંગ ફરજિયાતપણે કરવાનું હોવા છતાં કર્યું નથી.

- Advertisement -

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ લખેલા પત્રમાં ટોળા સામે લગાવેલી હત્યાના પ્રયાસની કલમ ફરિયાદમાંથી રદ કરવા નમ્ર રજૂઆત (Humble presentation by MLA Vimal Chudasama) કરી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular