US immigration rules will change : અમેરિકા H-1B વિઝા, વિદ્યાર્થી વિઝા અને ગ્રીન કાર્ડના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નવા ઈમિગ્રેશન નિયમો આવશે તો ભારતીયોને ચોક્કસ અસર પડશે. અમેરિકા છેલ્લાં કેટલાંક વર્ષોથી ગેરકાયદેસર પ્રવાસીઓ અને ઘૂસણખોરોની સમસ્યાનો સામનો (Big problem of infiltrators in US) કરી રહ્યું છે. 2 કરોડથી વધુ લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશી સ્થાયી થયા છે અને તે પડકારોનો સામનો કરવા નિયમોમાં ફેરફાર કરવા ટ્ર્મ્પ પ્રશાસન તૈયારી કરી રહ્યું છે. પ્રસ્તાવિત ફેરફારો લાગુ થવાથી ભારતીય બિઝનેસમેનો, વિદ્યાર્થીઓ અને અમેરિકી કંપનીઓ માટે નિયમોનું પાલન કરવું વધુ અઘરૂં અને મોંઘું થઈ જશે. આ પ્રસ્તાવો અમેરિકી ગૃહ સુરક્ષા વિભાગ, શ્રમ વિભાગ અને વિદેશ વિભાગના એકીકૃત રેગ્યુલેટરી એજન્ડામાં સામેલ છે. નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ આગામી ઓગસ્ટ મહિનામાં આવી શકે છે.
USના ઇમિગ્રેશન નિયમોમાં ફેરફારથી કંપનીઓ, વિદ્યાર્થીઓ અને Green card ધરાવતા લોકોને અસર પહોંચી શકે છે. યુનિવર્સિટીઓ અને કેટલીક સંશોધન સંસ્થાઓને મળતી એચ-1બી કેપ છૂટ મર્યાદિત કરાય તેવી શક્યતા છે. ગ્રીન કાર્ડ માટે લાગુ લઘુત્તમ વેતન વધારવાનો પ્રસ્તાવ છે. સાથે જ ભરતી નિયમો, અમેરિકી કર્મચારીઓની છટણી સંબંધિત જોગવાઈઓ અને ભેદભાવ વિરોધી ઉપાયોમાં ફેરફારો પ્રસ્તાવિત છે. સ્ટુડન્ટ વિઝામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે હાલની ‘ડ્યુરેશન ઓફ સ્ટેટસ’ વ્યવસ્થા સમાપ્ત કરીને નિશ્ચિત અવધિનો પ્રવાસ નક્કી કરી શકાય છે.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે (S. Jaishankar External Affairs Minister) ગત મે મહિનામાં આ મામલો અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો (Marco Rubio External Affairs Minister US) સમક્ષ ઉઠાવ્યો હતો. રુબિયોએ સ્વીકાર્યું હતું કે નવી ઇમિગ્રેશન સિસ્ટમમાં ફેરફાર દરમિયાન કેટલીક મુશ્કેલીઓ અને તણાવ થઈ શકે છે. જોકે, અમેરિકા ઇમિગ્રેશન સિસ્ટમને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.








