Primary Teachers Union Gujarat will oppose mandatory TET exam : વીજ લાઈન-પોલને લઈને ખેડૂતોએ કરેલા આંદોલન બાદ હવે સરકાર સામે શિક્ષકો મોરચો ખોલવા જઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે ટેટની પરીક્ષા ફરજિયાત (Supreme Court makes TET exam mandatory) લેવા નિર્ણયને લઈને વર્ષ 2010 અગાઉ ભરતી થયેલા શિક્ષકો નારાજ થયા છે. જેથી આ શિક્ષકોએ TET Exam માંથી મુક્તિ આપવાની માગ સાથે રાજ્યભરમાં વિરોધ-ધરણા પ્રદર્શન કર્યા હતા. આમ છતાં માગણી સ્વીકારવામાં નહીં આવતા હવે શિક્ષકો Gandhinagar પહોંચવાના છે. આગામી 11 જુલાઈના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે યોજાનારા ધરણા પ્રદર્શનમાં 30 હજાર જેટલાં શિક્ષકો જોડાવાની શક્યતા છે.
શિક્ષણ વ્યવસાય સાથે જોડાયેલા તમામ શિક્ષકોની નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે તેવો સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો છે. જે શિક્ષકોની નોકરીને 5 વર્ષથી વધુ સમય બાકી છે તેમણે ટેટ પાસ કરવી ફરજિયાત કરવામાં આવ્યું છે. જો આમ ના કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવા પડશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના કારણે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને અન્ય શૈક્ષિક સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેથી 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવાની માગ સાથે રાજ્યભરમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. શિક્ષકો દાવો કરી રહ્યા છે કે, જે તે સમયે તેઓ નિયમ અનુસાર નોકરીમાં લાગ્યા હતા. જેથી હવે વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને TET Exam આપવી જરૂરી નથી.








