SIT investigation into expenditure of crores on Ayodhya Ram temple : અયોધ્યા રામ મંદિર દાન ચોરી (Ayodhya Ram temple donation theft) ની તપાસમાં અનેક ઘટસ્ફોટ થઈ ચૂકયા છે. SIT ની તપાસમાં સામે આવેલી કેટલી મહત્વની બાબતો બાદ હવે તપાસ આગળ વધી (Ram Mandir SIT probe expansion) રહી છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ છેલ્લાં બે વર્ષમાં થયેલા 237 કરોડ રૂપિયાના ખર્ચને લઈને પણ હવે તપાસ થઈ રહી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ ખર્ચના હિસાબો તપાસવા ઓડિટ અને CA રિપોર્ટ્સ ચકાસવામાં લાગી ગઈ છે. મંદિર ટ્રસ્ટને દાનમાં મળેલા સોના અને ચાંદીની પણ તપાસ કરાશે.
રામ મંદિરના દાન ચોરી કેસને લઈને છેલ્લાં કેટલાંક દિવસોથી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. કેસની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમને શંકા છે કે, ભૂતકાળમાં થયેલા કરોડો રૂપિયાના ખર્ચમાં પણ ગોટાળો થયો હોઈ શકે છે અને આ કારણોસર હવે તપાસ તે દિશામાં આગળ વધી છે. ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષમાં હાઈ-પ્રોફાઈલ આયોજનો પાછળ રૂપિયા 124 કરોડથી વધુની રકમ ખર્ચ કરવામાં આવી છે. જયારે સૌથી મોટો ખર્ચ જાન્યુઆરી-2024માં યોજાયેલા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Ram Lalla Pran Pratishtha Mahotsav) પાછળ અંદાજે 113 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ તપાસમાં ઓડિટ રિપોર્ટ્સ, પેમેન્ટ વાઉચર્સ, બિલ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ના રેકોર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે. ખર્ચ કરાયેલા ભંડોળનો ઉપયોગ ટ્રસ્ટની નક્કી કરેલી નાણાકીય પ્રક્રિયાઓ અને મંજૂરી અનુસાર થયો છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. હજુ સુધી નાણાકીય ગેરરીતિ અંગે SIT કોઈ આખરી તારણ પર આવી નથી








