Wednesday, June 24, 2026
HomeGujarat'બચાવો... બચાવોની બૂમો CCTVમાં કેદ' અરવલ્લીમાં લીવ ઇનમાં રહેતી યુવતીનું ફિલ્મી ઢબે...

‘બચાવો… બચાવોની બૂમો CCTVમાં કેદ’ અરવલ્લીમાં લીવ ઇનમાં રહેતી યુવતીનું ફિલ્મી ઢબે કારમાં અપહરણ

- Advertisement -

Aravalli kidnapping case CCTV: અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાં એક યુવતીના ફિલ્મી ઢબે અપહરણની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. વડાગામના એક યુવક સાથે લીવ-ઇનમાં રહેતી યુવતીને પાન પાર્લર પરથી તેના પિતા સહિત ચાર લોકો કારમાં આવી જબરદસ્તી ઉઠાવી લઈ ગયા હોવાનો આરોપ છે. સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં યુવતી અપહરણકારોથી બચવા માટે બૂમો પાડી રહી હોવાનું પણ જોવા મળ્યું હોવાનું જણાવાયું છે.

મળતી માહિતી મુજબ વડાગામના જીત અલ્પેશ પટેલ નામના યુવકને બે વર્ષ અગાઉ નડિયાદની નેન્સી દિલીપભાઈ પ્રજાપતિ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંનેએ લગ્ન કરવા અંગે પોતાના પરિવારજનો સાથે વાતચીત કરી હતી, પરંતુ યુવતીના પરિવારજનો દ્વારા લગ્ન માટે ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બંનેએ મૈત્રી કરાર કર્યો હતો અને અલગ-અલગ રહેતા હતા. થોડા સમય પહેલાં યુવતી યુવકના ઘરે રહેવા માટે આવી ગઈ હતી.

- Advertisement -

સોમવારે જીત પટેલ પોતાના પિતા સાથે ખેતીકામ માટે ગયો હતો. તે દરમિયાન યુવતી તેમના ઘર પાછળ આવેલી પાન પાર્લરની દુકાન પર બેઠી હતી. ત્યારે કારમાં યુવતીના પિતા દિલીપ નારાયણ પ્રજાપતિ અને અન્ય ત્રણ વ્યક્તિઓ વડાગામ પહોંચ્યા હતા. યુવતી કંઈ સમજી શકે તે પહેલાં જ તેને પાન પાર્લર પરથી જબરદસ્તી ઉઠાવી કારમાં બેસાડી લઈ જવામાં આવી હતી અને તમામ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ઘટના બનતા યુવકની માતાએ તરત જ જીત પટેલને ફોન કરીને જાણ કરી હતી. જેના પગલે જીત પટેલ પોતાના પિતા સાથે ઘરે દોડી આવ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ધનસુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આસપાસના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. જોકે યુવતીનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

આ ઘટનાને લઈને જીત પટેલે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે યુવતીના પિતા દિલીપ નારાયણ પ્રજાપતિ (રહે. નડિયાદ) સહિત ત્રણ અજાણ્યા વ્યક્તિઓ સામે અપહરણનો ગુનો નોંધ્યો છે. સાથે જ સીસીટીવી ફૂટેજ અને કાર નંબરના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular