Saturday, June 13, 2026
HomeGujaratAmreli : બગસરના ઘંટીયાળ ગામે સિંહણે 7 વર્ષીય બાળક પર હુમલો કરી...

Amreli : બગસરના ઘંટીયાળ ગામે સિંહણે 7 વર્ષીય બાળક પર હુમલો કરી મારી નાંખ્યો, વનમંત્રી પાસે ખેડૂતોએ શું કરી માગણી ?

- Advertisement -

Lioness kills child in Amreli district : ભૂતકાળમાં ગીરની આસપાસ સિંહ અને દીપડાના હુમલામાં અનેક બાળકોથી લઈને વૃદ્ધો મોતને ભેટી ચૂક્યાં છે. અમરેલી જિલ્લાના બગસરાના ઘંટીયાળ ગામે સિંહણે કરેલા હુમલામાં સાત વર્ષના બાળકનું મોત (Lioness kills child in Bagasara) થયું છે. વન્ય પ્રાણીઓ દ્વારા વારંવાર થતાં હુમલાઓને લઈને ખેડૂતોએ વન વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો છે. બાળકના મૃતદેહ સ્વીકારનો ઇન્કાર કરવાની સાથે મૃતકના પરિવારજનોએ વન મંત્રી અર્જુન મોઢવાડિયા પાસે આવો બનાવ ફરી નહીં બને તેવી લેખિત ખાત્રી માગી (Written assurance sought from Arjun Modhwadia) છે. બાળ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યું ત્યારે વન વિભાગે બિનવારસી દર્શાવ્યું હોવાનો વન વિભાગના અધિકારીઓ પર આરોપ (Allegations against forest department officials) લગાવવામાં આવ્યો છે.

બગસરાના ઘંટીયાળા ગામે પારસ સોજીત્રાની વાડીએ કામ કરતા પરપ્રાંતીય પરિવારના સાત વર્ષીય પુત્ર પર સિંહણે કોઈ કારણોસર હુમલો કર્યો હતો. હુમલો કરનારી સિંહણ બાળકને ઘંટીયાળા થી શોભા વડલા વિસ્તાર સુધી ઢસડીને લઈ જઈ મારી નાંખ્યો છે. આ ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા, પરંતુ સ્થાનિકો અને ખેડૂતોએ વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. બગસરા પંથકમાં વન્ય પ્રાણીના હુમલાની 22 ઘટનાઓ ઘટી ચૂકી હોવાનો આરોપ એક ખેડૂતે લગાવ્યો છે. જ્યારે વન્ય પ્રાણી હુમલો કરે ત્યારે વન વિભાગના અધિકારીઓ ઠાલા આશ્વાસન આપે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular