Thursday, June 11, 2026
HomeGujarat9,013 દિવસથી સત્તાના સુકાન પર રહેલા Narendra Modi નો સૌથી લાંબા સમય...

9,013 દિવસથી સત્તાના સુકાન પર રહેલા Narendra Modi નો સૌથી લાંબા સમય સુધી PM રહેવાનો રેકોર્ડ

- Advertisement -

PM Narendra Modi longest serving elected Prime Minister : નરેન્દ્ર મોદીએ સર્જેલા રેકોર્ડમાં વધુ એકનો ઉમેરો થયો છે. સતત 12 વર્ષથી વધુ સમય ભારતના વડાપ્રધાન તરીકે શાસન સંભાળનારા નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નહેરૂને બીજા ક્રમે ધકેલી દીધા (Narendra Modi breaks Prime Minister Jawaharlal Nehru’s record) છે. મોદીએ વડાપ્રધાન તરીકેના કાર્યકાળના 4,399 દિવસ પૂર્ણ કરીને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી કાઢ્યો છે. અત્રે નોંધનીય છે કે, 9,013 દિવસથી સત્તાના સુકાન પર રહેનારા એકમાત્ર નેતા નરેન્દ્ર મોદી (ગુજરાત-કેન્દ્ર) ના સુકાની બન્યા છે. ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી અને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનીને મોદી દેશનું નેતૃત્વ કરી રહ્યાં છે.

આ ઐતિહાસિક સિદ્ધિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, “જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી છે. નમ્રતા, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠા સાથે નિરંતર કાર્ય કરનારી વ્યક્તિ જ જનતાનો વિશ્વાસ સંપાદિત કરી શકે છે.” PM મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બનતા વૈશ્વિક સ્તરેથી પણ તેમને વધામણી મળી રહી છે.

- Advertisement -

પીએમ મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બનતા વૈશ્વિક સ્તરેથી પણ તેમને વધામણી મળી રહી છે. અમેરિકન દૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના સંદેશમાં લખ્યું કે, “ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બનવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ-ખૂબ અભિનંદન.”

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ વર્ષ 1947થી લઈને 1964માં તેમનું અવસાન થયું ત્યાં સુધી વડાપ્રધાન પદ પર રહ્યા હતા. જોકે, તેમના એ કુલ કાર્યકાળમાં વર્ષ 1951-52માં યોજાયેલી ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ પહેલાના વર્ષોનો પણ સમાવેશ થતો હતો, એટલે કે તેઓ તે સમયગાળા દરમિયાન સીધા ચૂંટાયેલા વડાપ્રધાન નહોતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular