Saturday, May 30, 2026
HomeGujaratSurendranagar : પાવરગ્રીડ કંપનીના કાર્યનીતિનો વિરોધ કરવા રેલી, કલેક્ટર કચેરી ખાતે પોલીસ...

Surendranagar : પાવરગ્રીડ કંપનીના કાર્યનીતિનો વિરોધ કરવા રેલી, કલેક્ટર કચેરી ખાતે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, સુરેન્દ્રનગર : પાવરગ્રીડ કંપનીની દાદાગીરી સામે આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ સુરેન્દ્રનગરમાં વિરોધ રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા (Farmers in Surendranagar hold rally against Power Grid Company) હતા. કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવા ખેડૂતો પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર કલેક્ટર (Surendranagar Collector) ને રજૂઆત કરવા પહોંચેલા પાલ આબલિયા, નૌશાદ સોલંકી, કરસન બાપુ અને લાલજી દેસાઈને કચેરીમાં નહીં જવા દેવાતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ (Clashes between police and farmers) થયું હતું. ઘર્ષણ બાદ આગેવાનોને કચેરીમાં જવા દેવાયા હતા.

ખેડૂત બચાવો આંદોલનના બેનર સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે સુરેન્દ્રનગરમાં પોલીસ અત્યાચારના વિરોધમાં રેલી સ્વરૂપે નીકળ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે હેતુથી રેલીની સાથે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાવરગ્રીડ કંપની પોલીસની મદદથી ખેડૂતો પર અત્યાચાર કરી રહી હોવાની રજૂઆત કરવા રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. રેલીની સાથે આવેલા આગેવાનો અને ખેડૂતોને કચેરીમાં પ્રવેશ નહીં અપાતા પોલીસ સાથે બોલાચાલી ઘર્ષણ થયું હતું.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular