Friday, May 15, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર! સરખેજ-ધોળકા રોડ પર યુનિવર્સિટી જતી 20 વર્ષીય યુવતીનું...

અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર! સરખેજ-ધોળકા રોડ પર યુનિવર્સિટી જતી 20 વર્ષીય યુવતીનું કરુણ મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં બેફામ ભારે વાહનોનો આતંક વધુ એક જીવલેણ અકસ્માતનું કારણ બન્યો છે. સરખેજ-ધોળકા રોડ પર આજે બપોરે એક ગોઝારા અકસ્માતમાં અભ્યાસ માટે યુનિવર્સિટી જતી 20 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગીરા પાર્ક સામે આવેલા ભુમિકા એપાર્ટમેન્ટમાં રહેતી 20 વર્ષીય કાવ્યા સુનીલભાઈ પંડ્યા આજે બપોરે અંદાજે 12:45 વાગ્યે પોતાના એક્ટિવા પર ધોળકાના ચલોડા ખાતે આવેલી રાઈ યુનિવર્સિટી તરફ જઈ રહી હતી.

- Advertisement -

તે દરમિયાન સરખેજ-ધોળકા રોડ પર નવી ફતેવાડી વિસ્તારના આઝાદનગર બસ સ્ટોપ પાસે પાછળથી પૂરઝડપે અને બેફામ ગતિએ આવેલા એક ડમ્પરે તેના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.

આકસ્મિક ટક્કરના કારણે કાવ્યા રોડ પર પટકાઈ ગઈ હતી. ત્યારબાદ ડમ્પર તેના પર ફરી વળતા તેને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના કારણે યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને જરૂરી કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

પ્રાથમિક માહિતી મુજબ, અજાણ્યા ડમ્પર ચાલક સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારના CCTV ફૂટેજના આધારે ફરાર ચાલકની ઓળખ કરીને તેને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરાયા છે.

આ બનાવ બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં ભારે વાહનોની બેદરકારી અને બેફામ ડ્રાઇવિંગને કારણે વારંવાર બનતા અકસ્માતોને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular