Sunday, May 3, 2026
HomeGujaratSurendranagar : કચ્છના નાના રણમાં વચ્છરાજ બેટ નજીક વિશ્વનું સૌથી નાનું શિયાળ...

Surendranagar : કચ્છના નાના રણમાં વચ્છરાજ બેટ નજીક વિશ્વનું સૌથી નાનું શિયાળ ફેનેક જોવા મળ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar District) માં કચ્છના નાના રણનો સૌથી વધુ વિસ્તાર આવેલો છે. આ નાના રણમાં મુખ્યત્વે ઘુડખર તેમજ અલગ-અલગ પ્રકારના પશુ-પક્ષીઓ વસવાટ કરે છે. શિયાળાના સમયગાળામાં વિદેશી પક્ષીઓ પણ અહીં મહેમાન બને છે. સુરેન્દ્રનગરના કચ્છના નાના રણમાં આવેલા વચ્છરાજ બેટના પાછળના ભાગમાં ફોરેસ્ટ ટીમના પેટ્રોલિંગ દરમિયાન વિશ્વનું સૌથી નાનું કદ ધરાવતું શિયાળ (Fennec Fox In Kutch) કેમેરામાં કેદ થયું છે. ગુજરાતમાં શિયાળ લુપ્ત થતી પ્રજાતિમાંનું એક પ્રાણી ગણાય છે. હાલમાં રણ વિસ્તારમાં માત્ર 153 જેટલા શિયાળની સંખ્યા નોંધાયેલી છે.

કેમેરામાં કેદ થયેલું શિયાળ ફેનેક (Fennec) પ્રજાતિનું હોવાની શક્યતા ફૉરેસ્ટ વિભાગે વ્યક્ત કરી છે. સામાન્ય શિયાળ કરતાં આ પ્રજાતિનું કદ ઘણું નાનું હોય છે. તેનું વજન માત્ર એક કિલો જેટલું અને લંબાઈ આશરે એક ફૂટ જેટલી હોય છે. તેનો રંગ ઓછો પીળો કે બદામી હોય છે. આ પ્રાણી રણમાં છુપાઈને રહે છે અને ઉંદર, પક્ષીઓ, તેમના ઈંડા, ગરોળી તેમજ નાના જંતુ આહાર તરીકે લે છે.

- Advertisement -

ઘુડખર અભયારણ્યના ફોરેસ્ટ અધિકારી બી. એમ. પટેલએ જણાવ્યું કે, કેમેરામાં કેદ થયેલું ફેનેક શિયાળની પ્રજાતિ હોવાની શક્યતા છે. આ પ્રજાતિ ગુજરાતમાં ઓછી જોવા મળે છે. તેના કદ, વજન અને ખાડા ખોદવાની આદતને જોતાં તપાસ ચાલુ છે. વાસ્તવમાં ફેનેક ફોક્સ (Vulpes zerda) મુખ્યત્વે ઉત્તર આફ્રિકાના સહારા રણમાં જોવા મળે છે. ગુજરાતના નાના રણમાં સામાન્ય રીતે ડેઝર્ટ ફોક્સ (Vulpes vulpes pusilla) અથવા ઈન્ડિયન ફોક્સ જોવા મળે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular