Tuesday, April 28, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં AI નો ઉપયોગ કરી બેન્ક ફ્રોડની પહેલી ઘટનાઃ પહેલા તમારો AI...

અમદાવાદમાં AI નો ઉપયોગ કરી બેન્ક ફ્રોડની પહેલી ઘટનાઃ પહેલા તમારો AI અવતાર બનાવે અને…

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: હવે સાયબર ઠગાઈનો ખેલ નવા લેવલ પર પહોંચી ગયો છે. માત્ર OTP કે લિંકથી નહીં, પણ હવે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લોકોની આખી ઓળખ કબજે કરવામાં આવી રહી છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે આવી જ એક ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર બદલીને લોકોના નામે બેંક એકાઉન્ટ અને લોન સુધી પહોંચી જતી હતી.

આ કેસની સૌથી ગંભીર બાબત એ છે કે આરોપીઓ સીધા પૈસા ચોરી કરતા નહોતા, પરંતુ પહેલા તેઓ પીડિતની ડિજિટલ ઓળખ પર કબજો મેળવે છે. એકવાર આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર બદલાઈ જાય, પછી OTP પણ તેમના હાથમાં આવી જાય છે અને ત્યારથી આખું કંટ્રોલ તેમના પાસે જતું રહે છે.

- Advertisement -

તપાસમાં સામે આવ્યું છે કે ગેંગ પહેલા પીડિતની માહિતી મેળવે છે. આ માહિતી કેવી રીતે મેળવી તે અંગે હજી તપાસ ચાલી રહી છે, પરંતુ સંભાવના છે કે ડેટા લીક અથવા ગેરકાયદેસર ઍક્સેસ દ્વારા માહિતી મેળવી હોય. ત્યારબાદ CSC સેન્ટરની મદદથી આધાર અપડેટ કિટનો ઉપયોગ કરીને મોબાઈલ નંબર બદલવામાં આવતો હતો.

મોબાઈલ નંબર બદલ્યા પછી સૌથી મહત્વનો તબક્કો આવતો હતો. અહીં ગેંગ AI ટેક્નોલોજીનો ઉપયોગ કરતી હતી. પીડિતના ફોટાનો ઉપયોગ કરીને “આંખ ઝબકાવતો વીડિયો” બનાવવામાં આવતો, એટલે કે જેને ટાર્ગેટ કરવાનો હોય તનો જ એઆઈ અવતાર બનાવી નાખતા. જેને સિસ્ટમમાં બતાવી બાયોમેટ્રિક વેરિફિકેશન બાયપાસ કરવામાં આવતું હતું. એટલે કે, કોઈ વ્યક્તિ હાજર ન હોવા છતાં સિસ્ટમને એવું લાગતું કે સાચો વ્યક્તિ સામે જ છે.

આ પછી આરોપીઓ DigiLocker, KYC અને બેંકિંગ સિસ્ટમમાં સરળતાથી પ્રવેશ મેળવી લેતા. વિવિધ બેંકોમાં એકાઉન્ટ ખોલાવવાનું, લોન માટે અરજી કરવી અને CIBIL ચેક કરવું જેવી તમામ પ્રક્રિયા તેઓ પીડિતના નામે કરી શકતા હતા.

- Advertisement -

સાયબર ક્રાઈમ બ્રાંચે આ કેસમાં ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ગેંગમાં દરેક વ્યક્તિની અલગ ભૂમિકા હતી. કોઈ આધાર કિટ પૂરી પાડતું, કોઈ ડેટા એન્ટ્રી કરતું, કોઈ AI વીડિયો બનાવતું અને કોઈ પીડિતની માહિતી એકત્રિત કરતું. આ બધું કમિશનના આધારે ચાલતું હતું.

હાલ તમામ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે અને આ ગેંગ સાથે અન્ય કોઈ લોકો જોડાયેલા છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.

આ સમગ્ર ઘટનાએ એક મોટો સવાલ ઉભો કર્યો છે. શું હવે માત્ર OTP સુરક્ષા માટે પૂરતો નથી? કારણ કે અહીં તો મોબાઈલ નંબર જ બદલી નાખવામાં આવ્યો હતો. એટલે OTP પણ સુરક્ષિત નથી રહ્યો.પોલીસે લોકોને ખાસ ચેતવણી આપી છે કે આધાર સાથે જોડાયેલી સુરક્ષા સેટિંગ્સને ગંભીરતાથી લો. બાયોમેટ્રિક લોક રાખવો, અજાણી લિંક્સ પર ક્લિક ન કરવું અને OTP કોઈ સાથે શેર ન કરવો એ હવે માત્ર સલાહ નથી, પણ જરૂરિયાત બની ગઈ છે.
આ કેસ સાબિત કરે છે કે ટેક્નોલોજી જેટલી આગળ વધી રહી છે, તેટલા જ ઝડપથી ગુનેગારો પણ આગળ વધી રહ્યા છે. હવે સાવચેતી જ સૌથી મોટી સુરક્ષા છે.

- Advertisement -

સાયબર ક્રાઇમ બ્રાંચની તપાસ મુજબ આ ગેંગ ખૂબ સુવ્યવસ્થિત રીતે કામ કરતી હતી

  • પીડિતનો આધાર ડેટા મેળવવો (ડેટા લીક અથવા ગેરકાયદેસર ઍક્સેસ દ્વારા)
  • CSC સેન્ટર મારફતે આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર બદલવો
  • OTP પોતાના નંબર પર મેળવીને વેરિફિકેશન પૂર્ણ કરવું
  • AI ટૂલ્સ વડે “આંખ ઝબકાવતો” વીડિયો બનાવી બાયોમેટ્રિક ચેક બાયપાસ કરવો
  • DigiLocker, KYC અને બેંકિંગ ઍક્સેસ મેળવવી
  • અલગ-અલગ બેંકમાં એકાઉન્ટ ખોલવા અને લોન માટે અરજી કરવી
  • આ સમગ્ર પ્રોસેસમાં AI + OTP + KYC સિસ્ટમનો દુરુપયોગ થયો હતો.

કોણ હતા આરોપી અને તેમની ભૂમિકા?

સાયબર ક્રાઇમ બ્રાંચે કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જે અલગ-અલગ સ્તરે કામ કરતા હતા:

  • એક આરોપી CSC સેન્ટર મારફતે આધાર કિટ પૂરી પાડતો
  • બીજો આરોપી તે કિટ દ્વારા ડેટા એન્ટ્રી અને મોબાઈલ નંબર બદલતો
  • ત્રીજો આરોપી AI વીડિયો બનાવી બાયોમેટ્રિક ચેક બાયપાસ કરતો
  • ચોથો આરોપી પીડિતનો ફોટો અને અન્ય માહિતી સપ્લાય કરતો

આ ગેંગ “કમિશન મોડેલ” પર કામ કરતી હતી, એટલે દરેક સ્ટેજ પર પૈસાની વહેંચણી થતી હતી.

શું હાંસલ કરતા હતા આરોપીઓ?

મોબાઈલ નંબર બદલ્યા બાદ આરોપીઓએ:

  • DigiLocker એકાઉન્ટ ઍક્સેસ કર્યું
  • e-KYC વેરિફિકેશન કર્યું
  • અનેક બેંકોમાં ખાતા ખોલાવ્યા
  • CIBIL અને લોન એપ્સ મારફતે લોન લેવાનો પ્રયાસ કર્યો
  • બચવા માટે સૌથી જરૂરી સાવચેતી
  • સાયબર ક્રાઇમ બ્રાંચે ખાસ સૂચનાઓ આપી છે:
  • આધાર બાયોમેટ્રિક લોક રાખો (જ્યારે જરૂરી હોય ત્યારે જ અનલોક કરો)
  • OTP ક્યારેય કોઈને આપશો નહીં
  • Masked Aadhaar નો ઉપયોગ કરો
  • અજાણી લિંક્સ અને KYC અપડેટ મેસેજથી સાવધાન રહો
Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular