Tuesday, April 28, 2026
HomeGujaratAhmedabadAhmedabad : જનસંઘ વખતથી ખાડિયામાં કૉંગ્રેસ ફાવી નથી, આ વખતે કેમ ભાજપે...

Ahmedabad : જનસંઘ વખતથી ખાડિયામાં કૉંગ્રેસ ફાવી નથી, આ વખતે કેમ ભાજપે સત્તા ગુમાવી ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કૉપૉરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મોટો ઝટકો (BJP suffers setback in AMC elections) લાગ્યો છે. ચાર-ચાર દાયકાથી ભાજપનો દબદબો રહ્યો હોય તેવા ખાડિયા વોર્ડમાં આ વખતે કૉંગ્રેસની આખેઆખી પેનલ જીતી જતા એક નવો ઇતિહાસ રચાયો (Congress creates history) છે. ભાજપનો પરંપરાગત ગઢ ગણાતા આ વોર્ડમાં પ્રથમ વખત કૉંગ્રેસ જીતતા રાજકારણ ગરમાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપે કેવી રીતે આ ગઢ ગુમાવ્યો તેનો ઉચ્ચ કક્ષાએથી રિપોર્ટ માગવામાં આવ્યો છે.

વર્ષ 1980માં ભાજપની સ્થાપના થયાના છ વર્ષ પછી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. તે સમયથી ખાડિયા વોર્ડ ભાજપનો ગઢ (Khadia ward is a stronghold of BJP) રહ્યો છે. ઐતિહાસિક પોળો ધરાવતો ખાડિયા વિસ્તાર કોમર્શિયલ બાંધકામને કારણે પોતાની ઓળખ ગુમાવી રહ્યો છે. જુદાજુદા કારણોસર આ વિસ્તારમાં રહેતા મૂળ અમદાવાદીઓ કોટ વિસ્તાર છોડીને પશ્ચિમ અમદાવાદમાં સ્થાયી થયા છે. હાલ પોળોમાં રહેતો મોટાભાગનો વર્ગ પરપ્રાંતીય છે. એસઆઇઆર બાદ અહીંથી ભાજપ સમર્થક હજારો મતદારોના નામ કમી થયા હતા. સ્થાનિક નેતાઓ રાજકારણના બદલે અર્થકારણમાં રચ્યા પચ્યા રહેતા હોવાની પણ એક ચર્ચા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular