Tuesday, April 28, 2026
HomeGujaratફેમસ હોવું જ પુરતું નથીઃ ચૂંટણીમાં જાણો ચર્ચામાં રહેલા ચહેરાઓનું શું થયું

ફેમસ હોવું જ પુરતું નથીઃ ચૂંટણીમાં જાણો ચર્ચામાં રહેલા ચહેરાઓનું શું થયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કેટલાક ચહેરા એવા હતા જેમણે લોકો વચ્ચે ચર્ચાની સ્પેસ ઊભી કરવામાં જબ્બરની સફળતા મેળવી હતી. જેના કારણે આ ચર્ચિત ચહેરાઓનું શું થશે? તે સતત સવાલ હતો. તો હવે આજે પરિણામ જાહેર થઈ ગયા છે ત્યારે આવા ચહેરાઓનું શું થયું તેની ટુંકી વિગતો જાણી લઈએ.

નયનાબા જાડેજાઃ રિવાબાના નણંદ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર

- Advertisement -


સિંગર રાજલ બારોટઃ ગુજરાતી સિંગર રાજલ બારોટે પણ આ વખતે ચૂંટણીમાં જંપલાવ્યું હતું. ઉનાના વોર્ડ નંબર 7ના ભાજપ ઉમેદવાર રાજલ બારોટને લોકોએ જનાદેશ આપ્યો છે અને જીત્યા છે. તેઓ ગુજરાતના જાણિતા સિંગર સ્વ. મણિરાજ બારોટના પુત્રી છે.


IPS મનોજ નિનામાઃ IPS તરીકે ફરજ બજાવતા મનોજ નિનામાએ નોકરીને છોડી દીધી અને ચૂંટણી લડી, પણ તેમને મળી હાર


અંકિતા પરમારઃ વડોદરામાં રિલ્સ માટે જાણિતા ભાજપ ઉમેદવાર અંકિતા પરમાર સોશ્યલ મીડિયા પર તો જોરદાર જમાવટ કરી નાખે છે પણ શું ચૂંટણીમાં તેમને લોકો આવકારશે? આ પ્રશ્નનો પણ જવાબ આવી ગયો છે, તેઓ આ ચૂંટણી જીતી ગયા છે.

- Advertisement -


માયા આહીરની પુત્રી સોનલ ડેરઃ માયા આહીરની પુત્રી સોનલ ડેર પણ ઘણી ચર્ચામાં રહી કારણ કે કહેવાય છે કે ચૂંટણી જંગમાં જયરાજ આહીરને ઉતારવાનું માયાભાઈનું સપનું હતું પરંતુ હાલના વિવાદને લઈને તેમાં ફેરફાર થયો અને ટિકિટ ભાજપે સોનલ ડેરને આપી પરંતુ અહીં પરિણામોમાં તેમને નિરાશા થઈ કારણ કે હાર મળી છે.


કોળી સમાજ અગ્રણી કિશન મેરઃ ભાવનગરના જીતુ વાઘાણીનો ગઢ ઘણાતા કુંભારવાડાથી કોળી અગ્રણી કિશન મેરે જીત મેળવી મોટો અપસેટ ભાજપ માટે સેટ કરી દીધો, બગદાણા પ્રકરણને લઈને આ ચર્ચામાં આવેલી બેઠક હતી.


રાજુ કરપડાઃ આમ આદમી પાર્ટીમાંથી છૂટા પડીને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડનાર રાજુ કરપડાને જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. હડદળ કાંડ બાદ સતત તેઓ ચર્ચામાં રહ્યા હતા.

- Advertisement -


કાવ્યા કથીરિયાઃ સુરતમાં અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા કથીરિયાએ વોર્ડ નં 3માંથી ભાજપની ટિકિટ મેળવી હતી. તેમની જીત થઈ છે.


ભુપત ભાયાણીઃ એક સમયે ધારાસભ્ય હતા અને પછી ગાડીએ એવો રિવસ ગિયર નાખ્યો કે હવે જિલ્લા પંચાયત લડવાની થઈ. પક્ષ પલટામાં કેરિયર એવું બગડ્યું કે હવે જિલ્લા પંચાયતમાં પણ હાર મળી


RJ આભાઃ રાજકોટમાં આરજે આભા પણ ઘણું જાણિતું નામ બની ગયું હતું. તેમને આ ચૂંટણીમાં હાર મળી છે પરંતુ તેમણે આ ચૂંટણીમાં લોકોનો અવાજ બનવાની તમામ તકો ઝડપી અને પોતાને એક નેતા તરીકે લોકો સામે મુકી શકવામાં સફળ થયા છે.

સિંગર નેહા સુથારઃ ગુજરાતી સિંગર નેહા સુથારને પણ આ વખતે ચૂંટણીમાં નસીબ અજમાવવાની તક ભાજપે આપી હતી. તેમણે ફૂદેડા બેઠક પર આ તકનો લાભ લઈ ભરપૂર પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો. હવે તેમને જીત મળી છે.

પાયલ સાકરિયાઃ સુરતમાં આમ આદમી પાર્ટીના મેન્ડેટ પરથી ચૂંટણી જંગમાં ઉતરેલા પાયલ સાકરિયા પણ ઘણા ચર્ચાસ્પદ ચહેરો છે. જોકે ચર્ચામાં ભલે રહ્યા પરંતુ તેમને લોકોએ મત આપીને સત્તા સોંપી નથી. તેમણે હાર મળી છે.

પાયલ લિંબાચિયાઃ અભિનેત્રી પાયલ લિંબાચિયા પર પણ ગુજરાત કોંગ્રેસે ભરોસો મુક્યો હતો. તેઓ અમદાવાદના વિરાટનગર વોર્ડમાંથી ઊભા હતા. જોકે તેમને અત્યારે તો જીતનો સ્વાદ ચાખવા મળ્યો નથી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular