Tuesday, April 28, 2026
HomeGujaratVadodara : લૂંટારૂઓએ દંપતીનું ગળું દબાવી ચાકુની અણીએ દાગીના-રોકડ લૂંટી લીધા

Vadodara : લૂંટારૂઓએ દંપતીનું ગળું દબાવી ચાકુની અણીએ દાગીના-રોકડ લૂંટી લીધા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરા શહેરમાં લૂંટનો એક વિચિત્ર બનાવ (Robbery in Vadodara City) બન્યો છે. મોઢા પર રૂમાલ બાંધીને આવેલા બે શખસોએ વૃદ્ધ દંપતીને “તમે ચૂંટણીમાં મતદાન કેમ નથી કર્યું” તેમ કહીને દાગીના-રોકડની લૂંટ ચલાવી છે. લૂંટની ઘટના બાદ ફતેગંજ પોલીસ સ્ટેશન (Fatehganj Police Station) નો સ્ટાફ દોડી આવ્યો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

વડોદરાના સમા વિસ્તારમાં બપોરના સમયે મોઢા પર રૂમાલ બાંધીને આવેલા બે અજાણ્યા લૂંટારાઓએ ઘરમાં આરામ કરતા વૃદ્ધ દંપતીને મતદાન મુદ્દે ધમકાવી ગળું દબાવી તથા ચાકુ બતાવી ઘરમાં રહેલી તિજોરીમાંથી દાગીના અને રોકડ લૂંટી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ વૃદ્ધ દંપતીએ પડોશીઓની મદદ લઈ પોલીસને જાણ કરી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular