નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ધંધૂકા (Dhandhuka Ahmedabad) માં શનિવારે ધર્મેશ ગમારાની હત્યા કરવાના મામલા (Dhandhuka Murder Case) માં પોલીસે બે આરોપીઓની ગઈકાલે ધરપકડ કરી હતી. આ કેસમાં પકડાયેલા આરોપીઓ રિઝવાન અને સમીરને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અદાલતમાં રજૂ કરાયા હતા.

ધંધૂકા પોલીસ સ્ટેશન (Dhandhuka Police Station) ના પીઆઈ કે. બી. વિહોલે અદાલત પાસે બંને આરોપીને 10 દિવસના રિમાન્ડ પર સોંપવા અરજી આપી હતી. આ કેસમાં બંને પક્ષની દલીલો બાદ આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર સોંપવા અદાલતે હુકમ કર્યો છે. રિમાન્ડ મેળવ્યા બાદ બંને આરોપીઓને દોરડા બાંધીને સોમવારે સાંજે પોલીસે રિ-કન્સ્ટ્રકશન કર્યું હતું.
આરોપીઓએ હત્યા કરવા વાપરેલું હથિયાર કબજે લેવાનું છે તેમજ આ કેસમાં અન્ય કોઈની સંડોવણી કે કાવતરૂં છે કે નહીં તેની તપાસ કરવાની છે. આ ઉપરાંત આરોપીઓ પોલીસ તપાસમાં સહકાર આપતા નથી. આ કારણો દર્શાવીને તપાસ અધિકારી PI K B Vihol દ્વારા અદાલત પાસે 10 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા.








