Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadલીંબડીમાં પ્રિન્ટ થયેલી નકલી નોટો અમદાવાદમાંથી પકડાઈ, ત્રણ આરોપીઓ રંગે હાથ ઝડપાયા

લીંબડીમાં પ્રિન્ટ થયેલી નકલી નોટો અમદાવાદમાંથી પકડાઈ, ત્રણ આરોપીઓ રંગે હાથ ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : લાખો રૂપિયાનું દેવું ઉતારવા તેમજ રાતોરાત લખપતિ થવા માટે નકલી ચલણી નોટો બનાવવા એકઠાં થયેલા ત્રણ મિત્રોને અમદાવાદ શહેર પોલીસે (Ahmedabad City Police) રંગે હાથ ઝડપી પાડ્યા છે. અમદાવાદ શહેર એસઓજી (SOG Ahmedabad) એ બાપુનગર ભીડભંજન રોડ પર આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના એક મકાનમાં દરોડો પાડી 500 રૂપિયાની પ્રિન્ટ કરાયેલી નકલી નોટોની ત્રણ સીટ કબજે લીધી છે. પોલીસને સ્થળ પરથી પેપર કટર, કાતર સહિતનો સામાન તેમજ આરોપીઓ પાસેથી 5 મોબાઈલ ફોન મળી આવ્યા છે. ફરિયાદમાં લીંબડી પાસેના નટવરગઢ ખાતે રહેતા અને નકલી નોટો છાપી આપનાર રાહુલ કાલીયાને ફરાર દર્શાવ્યો છે.

એસઓજીએ દરોડો પાડ્યો ત્યારે નકલી નોટોના રેકેટ (Counterfeit Currency Racket) માં સામેલ અનિલ અશ્વાર (ઉ. 31 રહે. કૃષ્ણનગર-2, મોરબી શહેર), જીતેન્દ્ર પ્રજાપતિ ઉર્ફે જીતુ (ઉ. 43 રહે. વિવેકાનંદનગર, વટવા, અમદાવાદ) અને ભાવેશ મકવાણા (ઉ. 28 રહે. ગુ.હા.બોર્ડ, બાપુનગર, અમદાવાદ)ને ઝડપી લેવાયા છે. પોલીસે 500ના દરની કુલ 133 નકલી નોટો જપ્ત કરી છે. અનિલ અશ્વારનું દેવું ઉતારવા માટે ડ્રગ્સ સહિતના કેસોના આરોપી જીતેન્દ્ર પ્રજાપતિએ નકલી નોટોનો પ્લાન મિત્રો વચ્ચે રજૂ કર્યો હતો. નકલી નોટો બજારમાં ફરતી કરે તે પહેલાં જ આરોપીઓ પોલીસને હાથ લાગી ગયા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular