નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી : ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહલીએ ભારતને એક ભરોસાપાત્ર ભાગીદાર ગણાવી, જ્યારે અમેરિકાને નાકાબંધી કરવા પર ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) થી ભારતના જહાજોને સુરક્ષિત રસ્તો આપવો એ અમારી ગેરંટી (Iran India Hormuz Guarantee) છે. ઈરાન ભારતીય જહાજોની અવરજવર માટે વિશેષ વ્યવસ્થા કરી રહ્યું છે.
રાજદૂત ફતહલીએ કહ્યું કે, તેહરાન અને નવી દિલ્હી વચ્ચે મજબૂત સંબંધો છે અને ઈરાન હોર્મુઝમાંથી ભારતીય જહાજોને કાઢવા માટે વિશેષ વ્યવસ્થા કરી રહ્યું છે. ભવિષ્યમાં પણ ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ આપવાનું ચાલુ રાખવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન વચ્ચે ચર્ચા (Talk between Narendra Modi and Masoud Pajhwokian) થઈ છે. ઈરાનના વિદેશ મંત્રીએ ભારતને એવા પાંચ મુખ્ય દેશોની યાદીમાં સામેલ કર્યું છે. જેમની સાથે રાજદ્વારી જોડાણને પ્રાથમિકતા આપવામાં આવી છે.
ફતહલીએ સ્પષ્ટ કર્યું કે, ઈરાને હોર્મુઝથી પસાર થતા ભારતીય ટેન્કરો પાસેથી કોઈ ટોલ વસૂલાતો નથી. ભારત સરકારે પણ ટોલ આપવાના સમાચારોનું સતત ખંડન કર્યું છે. તેમણે ભારત સરકાર અને અહીંના લોકોનો આભાર માનતા કહ્યું કે, મુશ્કેલ સમયમાં ભારતે પોતાની જાતને એક ભરોસાપાત્ર અને સંવેદનશીલ ભાગીદાર સાબિત કર્યું છે. બંને દેશો વચ્ચે ઊંડા સાંસ્કૃતિક સંબંધો છે અને બંનેના સમાન હિતો છે.








