માર્ગ અને મકાન, યાંત્રિક પેટા વિભાગ રાજકોટના કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર અને એક ખાનગી વ્યક્તિએ લાંચ લીધી
નવજીવન ન્યૂઝ.(સુરત): તગડો, મસમોટો એટલે કે મહિને લાખ રૂપિયાથી વધુ પગાર ધરાવનારા ક્લાસ વન ઓફિસર સહિત ત્રણે રૂ. 50 હજારની લાંચ લેતા એન્ટિ કરપ્શન બ્યૂરો, રાજકોટની ટીમે આજે – બુધવારે પકડી પાડ્યા છે.
સૌરાષ્ટ્રમાં જ્યાં પણ લોકમેળાનું આયોજન હોય તેમાં રાઇડ્સ-ચકડોળનો વ્યવસાય કરતા એક વ્યક્તિએ થોડા સમય પૂર્વે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ખાતે રાઇડ્સ-ચકડોળનો ધંધો કર્યો હતો. તે વખતે ચકડોળનું ફિટનેસ સર્ટિફિકેટ આપવાના બદલામાં રૂ. 1 લાખની લાંચની માગણી માર્ગ અને મકાન, યાંત્રિક પેટા વિભાગ રાજકોટમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા ક્લાસ વન ઓફિસર પીયૂષ બાબુ બાંભરોલિયા, નાયબ કાર્યપાલક ઇજનેર ક્લાસ ટુ ઓફિસર નિરવ પ્રવીણચંદ્ર રાઠોડ અને એક ખાનગી વ્યક્તિ સુધીર નવીનચંદ્ર બાવીસી દ્વારા કરવામાં આવી હતી. ભારે રકઝકના અંતે લાંચની રકમ પચાસ હજાર નક્કી કરવામાં આવી હતી. પણ, ચકડોળનો વ્યવસાય કરનારી વ્યક્તિ લાંચ આપવા માગતી ન હોવાથી તેમણે લાંચ રુશ્વત વિરોધ દળનો સંપર્ક કર્યો હતો. જેના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું.
લાંચની રકમ રાજકોટમાં પારેવડી ચોક, પુલ નીચે બજરંગ ટી સ્ટોલની પાસે સ્વીકારવામાં આવશે તેવું નક્કી થયા બાદ એસીબીની ટીમ ત્યાં ગોઠવાઈ ગઈ હતી. જ્યાં ખાનગી વ્યક્તિ સુધીર બાવીસી લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ પકડાયો હતો. આ કામગીરી રાજકોટ ડિવિઝનના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલના માર્ગદર્શન તળે પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. દેકાવાડિયા અને તેમની ટીમે કરી હતી.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








