Thursday, April 23, 2026
HomeGujaratGandhinagarMLA કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા પાણીમાં બેસી ગયાઃ વિધાનસભા પર પરવાનગી...

MLA કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા પાણીમાં બેસી ગયાઃ વિધાનસભા પર પરવાનગી વગર થયો ડ્રામા

- Advertisement -

તૌફિક ઘાંચી.નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ તારામાં તાકાત હોય તો આવી જા, બતાવી દઉં આવા ગલીના ટપોરીઓની જેમ ધારાસભ્યોમાં સામ સામા આવવાની વાતો છેલ્લા દસ દિવસથી મીડિયા માધ્યમોથી આપ સુધી આવી હશે. છતાં ટુંકમાં જણાવી દઈએ તો મોરબીમાં ખરાબ રસ્તાને લઈને પ્રદર્શન થયું. તે પછી ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો પિત્તો વિસાવદરની વિધાનસભા બેઠક જીતી ચુકેલા ગોપાલ ઈટાલિયા પર ગયો અને તેમણે કહ્યું કે આવી જાઓ મોરબી જોઈએ કોણ જીતે છે. પાછું ઈટાલિયાએ પણ પોતે હજુ શપથ લીધી નથી તેથી રાજીનામું આપવાનો સવાલ થતો નથી તે જાણવા છતાં ચેલેન્જ વટથી સ્વિકારું છું કહ્યું અને તેમાં રાજકારણને નવો કરંટ મળ્યો. આ મામલામાં પાછું વાંકાનેર પણ કુદી પડે છે અને હવે આજે જ્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયા મીડિયા અને પોતાના કાફલા સાથે વિધાનસભા પોતાનું રાજીનામું આપવા ગયા ત્યારે તેમણે ગોપાલ ઈટાલિયા આવે તો હું રાજીનામું આપવાનો છું હું રાહ જોઉં છું તેમ કરીને જોરદાર તાયફો મચાવ્યો. જોકે આ સમગ્ર ટુંકામાં જણાવેલી વિગતો વચ્ચે અહીં વિધાનસભામાં ધારાસભ્યોની રાજરમતમાં નિયમો સાથે રમત થઈ ગઈ હતી. ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને તેમના કાફલાએ શું નિયમ તોડ્યા તેની જાણકારી મેળવીએ.

શું હતી ચેલેન્જ?
આજે સોમવારે કાંતિ અમૃતિયા ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા હતા અને તેમણે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પડકાર આપ્યો હતો. જે પ્રકારે આ બંને નેતાઓના વચ્ચે જુબાની જંગ જામ્યો હતો અને મામલો વિધાનસભાના સભ્યપદ પરથી રાજીનામા સુધી પહોંચ્યો હતો અને કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે, ગાંધીનગર આવો બંને સાથોએ રાજીનામુ આપીએ અને ત્યાર પછી આ મોરબી વિધાનસભાની બેઠક પર ફરી વખત ચૂંટણી લડીએ અને જો આ વિસાવદરની જે બેઠક ના વર્તમાન હાલ ધારાસભ્ય છે ગોપાલ ઈટાલિયા. તે જો મોરબીમાંથી આ ફેર ચૂંટણીમાં વિધાનસભાના પદ પર જીતે છે ધારાસભ્ય બને છે તો કાંતિ અમૃતિયા તેમને બે કરોડ રૂપિયાનું ઇનામ આપશે.

- Advertisement -

અહીંયા કેટલાક સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે કાંતિ અમૃતિયા પોતે ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તા પક્ષના ધારાસભ્ય છે અને કોઈપણ વ્યક્તિ જ્યારે સચિવાલયના પ્રિમાઈસીસમાં પ્રવેશ કરે છે. ગેટ નંબર 1 માંથી આવે છે. તે સમયે જો તે ધારાસભ્ય છે તો તેમનું આઈ કાર્ડ બતાવી તે પ્રવેશ મેળવી શકે શકે છે, પરંતુ જો અન્ય કોઈ અન્ય વ્યક્તિ હોય તો તે વ્યક્તિએ ગેટ નંબર 1 અથવા ગેટ નંબર 4 પરથી તેમનો પાસ બનાવવો પડે છે અને ત્યાર પછી જ આ સચિવાલયના પ્રિમાઈસીસમાં તેમજ વિધાનસભામાં તે આવી શકે છે. જે પ્રકારે ધારાસભ્ય તેમના સમર્થકો સાથે કાફલો લઈને અહીંયા પહોંચ્યા હતા. રાજકીય એક ડ્રામા ઊભો થયો હતો. તેમાં આ ધારાસભ્યના સાથે જેટલી ગાડીઓ આવી હતી.

તે ગાડીઓમાંથી એક પણ વ્યક્તિઓનો આ ગેટ નંબર 1 પર કોઈપણ પ્રકારનો પાસ બન્યો નથી. કલેક્ટરનું પોતાનું પણ એક જાહેરનામું છે કે, ગાંધીનગરમાં કોઈપણ વ્યક્તિએ સરગસ અથવા વરઘોડો કાઢવો હોય તો તેની પોલીસ પરમિશન લેવી પડે. તો સવાલ છે કે ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા જે પ્રકારે તેમના કાફલા સાથે સમર્થકોને લઈને અહીંયા આવ્યા હતા, અહિયા શક્તિ પ્રદર્શન, આ જ સચિવાલય પાસે વિધાનસભા પાસે કર્યું હતું તો શું તેમણે કોઈપણ પ્રકારની પોલીસની મંજૂરી લીધી હતી? આ વિધાનસભાના પ્રિમાઈસીસમાં જ્યારે તે પ્રવેશ કરે છે, અહીંયા આવે છે, તે સમયે તેમણે અધ્યક્ષની પણ કોઈપણ પ્રકારની મંજૂરી લીધી હતી કે નહોતી લીધી? તે રાજીનામું આપવા આવવાના હતા તો તેમણે અધ્યક્ષ પાસે સમય માંગ્યો કે નહોતો માંગ્યો? આવા અનેક પ્રકારના અત્યારે સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે અને જે પ્રકારે માહિતી મળી છે તેમાંથી એક પણ પ્રકારની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. આમ સત્તા પક્ષના ધારાસભ્ય જે પ્રકારે ત્યારે આ જ સચિવાલયમાં તેમના સમર્થકો સાથે આવે છે અને કોઈપણ પ્રકારનો પાસ ગેટ પાસ બનાવાતો નથી. કોઈપણ પ્રકારની પરમિશન પોલીસને લેવામાં આવતી નથી. કે વિધાનસભાના અધ્યક્ષની પણ કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં નથી આવી અને તેમ છતાં અહીંયા શક્તિ પ્રદર્શન કરે છે. આ એક રાજકીય ડ્રામાથી વિશેષ કઈ નથી અને આજ કાંતિ અમૃતિયા તેમના સમર્થકો 100 થી વધારે હતા. એક પછી એક તેમના કાફલાની ગાડીઓ લઈને અહીંયા પહોંચ્યા હતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પડકાર આપ્યો હતો પરંતુ નતો ચેલેન્જ સ્વીકારનાર ગોપાલ ઇટાલિયા દેખાયા ન એમના સમર્થકો દેખાયા ના કાંતિ અમૃતિયાએ રાજીનામું આપ્યું કેવળ રાજકીય ડ્રામો કર્યો અને આ ડ્રામાની મજા માટે બેઠેલા તમામ દર્શકોને નિરાશ કર્યા. આજે ગાંધીનગર વિધાનસભામાં રીતસર તાયફો સર્જાયો છે અને સત્તા પક્ષના જે આ ધારાસભ્ય છે તેમણે તમામ નીતિ નિયમો નેવે મૂકી તેમના સમર્થકો સાથે આજ વિધાનસભામાં શક્તિ પ્રદર્શન કર્યું છે. આ એક કડવી હકીકત છે. જોઈએ આ મામલે હવે શું પ્રતિક્રિયા આવે છે. કોઈ એક્શન્સ લેવાય છે કે કેમ, કે પછી ભાજપ હાઈકમાન્ડ કોઈ ઠપકો આપે છે કે કેમ?

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular