નવજીનવ ન્યૂઝ.ભાવનગરઃ ભાવનગરમાં મહુવાથી જામનગર રુટની એસટી બસના ચાલકને એક મહિલા અને બસનું ટોળું ચપ્પલનો હાર પહેરાવી પોલીસ મથકે લઈ ગયા હતા. આ ટોળા અને મહિલાનો આરોપ છે કે તે ડ્રાઈવર દુર્વ્યવહાર કરતો હતો. ચાલકની કરતૂતોને લઈને તેઓ મહુવા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યાં છેડછાડ અંગેની અરજી આપી હતી.
મહુવાથી જામનગર રુટ પર ચાલુ બસમાં મહિલા સાથે છેડછાડ કર્યાના આરોપ બસના જ ડ્રાઈવર પર લાગ્યા છે. મહિલા પોતાની દકરી સાથે એસટી બસમાં ડ્રાઈવરની પાછળની સીટ પર બેઠી હતી. દરમિયાન ડ્રાઈવર અબ્દુલ રહેમાન ઉમરભાઈ ભટ્ટી નામના ડ્રાઈવર દ્વારા તેમની સાથે દુર્વ્યવહાર કર્યાના આરોપ લાગ્યા છે. પોલીસ મથકે ફરિયાદિ મહિલાની ફરિયાદને લઈને તેમને બોલાવવામાં આવ્યા હતા. અહીં સુધી કે આ મામલે ડેપો મેનેજરને ફરિયાદ કરતા ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. મહિલાએ ગુસ્સે થઈ ડ્રાઈવરને ચપ્પલનો હાર પહેરાવી બે લાફા લગાવી દીધા હોવાની પણ જાણકારીઓ સામે આવી છે.
મહિલા દ્વારા એવા પણ આરોપ લગાવવામાં આવ્યા હતા કે, ડ્રાઈવર એવું કહેતો હતો કે, બસ ચલાવવામાં મન નથી લાગતું, બાજુમાં ચાંદ છે. જોકે ડ્રાઈવરે આ વાતોને નકારી હતી જે પછી મહિલા ભારે ગુસ્સામાં આવી ગઈ અને ત્યાં જ ડેપોમાં તેને ચપ્પલનો હાર પહેરાવી દીધો હતો. મહિલાઓએ ડ્રાઈવરને ધોલધપાટ કરી હતી. આસપાસ રહેલા અન્ય સ્ટાફ દ્વારા આ વાયોલેશનને અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો અમારી પાસે છે પરંતુ તેમાં વાયોલેશનને લઈને અહીં જાહેર માધ્યમ પર તેને દર્શાવી શકાય તેમ નથી.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








