નવજીવન ન્યૂઝ. નડિયાદ: Nadiad News: ડ્રાય સ્ટેટ ગુજરાતમાં અવાર-નવાર દારૂ પીને અકસ્માત સર્જવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં કેટલાક નબીરા ચિક્કાર દારૂના નશામાં વાહન ચલાવી અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકાતા હોય છે. ત્યારે ખેડા જિલ્લાના નડિયાદમાંથી એક દારૂ પીધેલા કારચાલકે એક લારી સહિત ત્રણ વાહનોને અડફેટે લીઘા હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે લારી ધારકને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ નડિયાદ ટાઉન પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કારચાલકની ધરપકડ કરી હતી. કારચાલક દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ મામલે પોલીસે આરોપી સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ખેડા જિલ્લાના નડિયાદમાં આર્યુવેદિક હોસ્પિટલ સામે એક કારચાલક પૂરઝડપે બેદરકારી પૂર્વક વાહન ચલાવી રહ્યો હતો. કારચાલકે સાઈડમાં ઉભેલી લારી સહિત ત્રણ અન્ય વાહનોને પણ ટક્કર મારી હતી. જેને લઈ લારીધારકને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત લારીધારકને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે કારચાલક અકસ્માત સર્જી ભાગવા જતા, ત્યાં હાજર લોકોએ તેને ઝડપી પાડ્યો હતો. લોકોએ ઘટનાની જાણ પોલીસને કરતા નડિયાદ ટાઉન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ તપાસમાં કારચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે. સાથે જ તેની કાર અંદરથી દારૂની બોટલ પણ મળી આવી હતી. જે બાબતે નડિયાદ પોલીસે કારચાલક રંગબહાદુરસિંહ બ્રાહ્મણની ધરપકડ કરી છે. જે મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે.
પોલીસે દારૂ ક્યાંથી પીધો હતો અને ક્યાં જઈ રહ્યો હતો, તે અંગે પૂછપરછ હાથધરી હતી. આ મામલે પોલીસે અકસ્માત તેમજ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ સહિત અલગ અલગ કલમ હેઠળ આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








