નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: મણિપુર હિંસા (Manipur Violence) પર જસ્ટિસ (નિવૃત્ત) ગીતા મિત્તલ સમિતિએ સુપ્રીમ કોર્ટને (Supreme Court) પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જસ્ટિસ ગીતા મિત્તલની કમિટીએ મણિપુર હિંસા અંગે ત્રણ રિપોર્ટ સુપરત કર્યા છે. કોર્ટે હવે સોલિસિટર જનરલ તુષાર મહેતાને રિપોર્ટ જોવા અને મામલામાં સહકાર આપવા કહ્યું છે.
મણિપુર હિંસા અંગે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ત્રણ ભૂતપૂર્વ મહિલા ન્યાયાધીશોની એક સમિતિની રચના કરી હતી. આ સમિતિને મણિપુરમાં હિંસા પ્રભાવિત લોકો માટે ચલાવવામાં આવી રહેલા રાહત અને પુનર્વસન કાર્યક્રમોની દેખરેખ રાખવા અને રિપોર્ટ સબમિટ કરવાની જવાબદારી આપવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સાથે જસ્ટિસ (નિવૃત્ત) પી જોશી અને જસ્ટિસ (નિવૃત્ત) આશા મેનનનો પણ આ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
જસ્ટિસ આશા મેનન દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ છે અને જસ્ટિસ શાલિની જોશી બોમ્બે હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કોર્ટ જસ્ટિસ ગીતા મિત્તલની આગેવાની હેઠળની સમિતિની યોગ્ય કામગીરીને સરળ બનાવવા માટે 25 ઓગસ્ટે આદેશો પસાર કરશે. સમિતિને વહીવટી સહાય પૂરી પાડવા અને તેના નાણાકીય ખર્ચને પહોંચી વળવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પોલીસ વડા દત્તાત્રેય પડસાલગીકરને મણિપુરમાં અપરાધિક કેસોની તપાસની દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. આ રિપોર્ટ પણ ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં 3 મેના રોજ આદિવાસી આરક્ષણની માંગને લઈને હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં સેંકડો લોકોના મૃત્યુ થયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








