Thursday, April 23, 2026
HomeGujaratGandhinagarકલોલમાં તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકાર, આયોજનનગર પાસે બે દુકાનના શટર તુટ્યાં

કલોલમાં તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકાર, આયોજનનગર પાસે બે દુકાનના શટર તુટ્યાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કલોલ: ગાંધીનગર (Gandhinagar) જીલ્લામાં આવેલા કલોલમાં (Kalol) વધતી જતી ચોરી અન લૂંટની ઘટનાને (Loot Incident) લઈને લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે, કલોલમાં ચોરોને હવે પોલીસનો ડર રહ્યો નથી અને લોકોની મિલકત પણ હવે સુરક્ષિત નથી. તાજેતરમાં તસ્કરોએ રાતના અંધારનો લાભ લઈને કલોલના સીંદબાદ રોડ પર આવેલી આયોજનનગર સોસાયટીના ગેટ પર આવેલી બે દુકાનોને નિશાન બનાવી હતી. ચોરોએ દુકાનના શટર તોડીને ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં દસ હજાર જેટલી રકમની ચોરી કરવામાં આવી છે. આ અંગે દુકાન માલિકે કલોલ પોલીસ સ્ટેશનમાં (Kalol Police Station) ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

મળતી માહીતી અનુસાર, ગાંઘીનગર જીલ્લાના કલોલમાં સિંદબાદ રોડ પર સોસાયટી તેમજ રહેણાંક વિસ્તાર છે. તેમજ રોડ રસ્તા પર શોપિંગ સેન્ટર અને દુકાનો આવેલી છે. પણ હવે તે સલામત રહી નથી. તસ્કરો રાતના અંઘારાનો લાભ લઈ ઘંઘો રોજગાર કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવનાર વેપારીની દુકાનોને નિશાન બનાવી રહ્યા છે. જેમાં ગઈ કાલે રાતના સમયે અંદાજીત 3 વાગ્યા આસપાસ તસ્કરોઅ એન. કે. કોર્નર કરીયાણા અને નૂરે મોંહમદી મેડીકલ સ્ટોરને નિશાન બનાવ્યા હતા. ફરીયાદી ઈબ્રાહીમ ઘાંચીએ જણાવ્યું હતું કે, તેમની કરીયાણાની દુકાન આયોજનનગરના નાકે આવેલી છે અને તે જ સોસાયટીમાં તેઓ વસવાટ કરે છે. રાતના સમયે થયેલી ચોરીમાં તસ્કરોએ દુકાનનું શટર વચ્ચેથી ઊંચું કરી ગલ્સામાં રહેલી 10 હજારની રોકડ રકમ પર તસ્કરો હાથ સાફ કરી ગયા છે. તેમજ સામે રહેલા મેડીકલ સ્ટોરને પણ તસ્કરોએ નિશાન બનાવ્યો છે. જે અંગે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular