નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gandhinagar News: તાજેતરમાં જ રાજ્ય સરકારે પોલીસ ભરતી બોર્ડમાં મોટા ફેરફારની જાહેરાત કરી હતી. ત્યારે ગતરોજ 17 ઑગસ્ટના રોજ ગૃહ વિભાગે પોલીસ ભરતી બોર્ડના (Police Recruitment Board) અધ્યક્ષ તરીકે તરીકે IPS હસમુખ પટેલ (IPS Hasmukh Patel) ની નિયુક્તિ કરી છે. સાથે જ સી.આઈ.ડી. ક્રાઈમના DIG પરીક્ષિતા રાઠોડને પણ બોર્ડમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં પોલીસ વિભાગનું મહેકમ 1 લાખ 35 હજારનું છે. પરંતુ મહેકમમાં હજુ પણ 30 હજાર અધિકારી અને કર્મચારીઓની ખોટ વર્તાઈ રહી છે. ત્યારે રાજ્ય સરકારે પોલીસ વિભાગના મહેકમને ભરવા માટે પ્રત્યેક વર્ષે ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. જે માટે રાજ્ય સરકારે કામચલાઉ વ્યવ્સથાના બદલે અલાયદુ પોલીસ ભરતી બોર્ડ બનાવવાનું નક્કી કર્યું છે. જે ભરતી બોર્ડના અધ્યક્ષની જવાબદારી IPS હસમુખ પટેલને એડીશનલ ડી.જી. તરીકેના ચાર્જ સાથે સોંપવામાં આવી છે.
સાથે જ પોલીસ ભરતી બોર્ડમાં સી.આઈ.ડી. ક્રાઈમના ડી.આઈ.જી. પરીક્ષિતા રાઠોડને પણ સામેલ કરવાનો હુકમ ગતરોજ રાજ્યના ગૃહ વિભાગે કર્યો છે. મહત્વની વાત છે કે શક્યતાઓ સેવાઈ રહી છે કે રાજ્ય સરકાર નજીકના દિવસોમાં જ મોટા પ્રમાણમાં પોલીસ વિભાગમાં ભરતી કરવા જઈ રહી છે. ત્યારે બોર્ડના અધ્યક્ષ તરીકે હસમુખ પટેલની નિયુક્તી થતા નજીકના દિવસોમાં જ ભરતીની જાહેરાત પણ કરવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








