Wednesday, June 24, 2026
HomeGeneralCorona effect: રતનપુર બોર્ડર પર આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી કોઈ પણ પ્રકારની...

Corona effect: રતનપુર બોર્ડર પર આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી કોઈ પણ પ્રકારની તપાસ નહીં… પોલીસની માસ્ક ડ્રાઇવ

- Advertisement -

નવજીવન.અરવલ્લીઃ સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે અરવલ્લી જિલ્લાના અડીને આવેલા રાજસ્થાનમાં કોરોના અને ઓમીક્રોનના કેસ બહાર આવી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લાને રાજસ્થાન રાજ્યને જોડતી રતનપુર ચેકપોસ્ટ સહીત ૧૦ જેટલી બોર્ડર પર આરોગ્ય તંત્રની લાપરવાહીના પગલે અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી શકે છે. રાજસ્થાનમાંથી અનેક બિમાર દર્દીઓ અરવલ્લી, સાબરકાંઠા સહિત ગુજરાતમાં સારવાર માટે વાહનો મારફતે પહોંચતા હોય છે, ત્યારે રાજસ્થાનમાંથી પ્રવેશતા મુસાફરો માટે સ્ક્રીનિંગની કે અન્ય કોઈ પણ પ્રકારની આરોગ્ય તપાસ થતી ન હોવાથી જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લા પોલીસતંત્ર રતનપુર સહિત અન્ય સરહદો પર માસ્ક વગર ગુજરાતમાં પ્રવેશતા લોકો સામે માસ્ક ડ્રાઈવ યોજી દંડ વસુલવાની કામગીરી શરૂ કરી છે. હાલ તો જિલ્લાની આંતરરાજ્ય સરહદો નધણિયાતી રહેતા લોકોના આરોગ્ય સામે અનેક સવાલ પેદા થયા છે.

- Advertisement -



અરવલ્લી જીલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોનાના ૧૧-૧૧ કેસ પોઝિટિવ આવી રહ્યા છે. મોડાસા શહેર આરોગ્ય લક્ષી સેવાઓ માટે રાજસ્થાનમાં ખુબ જાણીતું હોવાથી અનેક શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સારવાર માટે વિવિધ વાહનો મારફતે મોડાસાના દવાખાનાઓમાં સારવાર માટે આવી રહ્યા હોવાથી શહેરીજનોના માથે ઓમિક્રોન સહિત કોરોના સંક્રમણનો ભય મંડરાઈ રહ્યો છે. બીજીબાજુ આરોગ્ય તંત્ર ખાનાપૂર્તિ કામગીરી કરી રહી છે. આરોગ્ય તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો કોરોનાની ત્રીજી લહેર બીજી લહેરની જેમ કોહરામ મચાવી શકે છે.

અરવલ્લી જિલ્લા આરોગ્ય તંત્રના ઓફિસમાં બેઠા બેઠા સબ સલામત ના દાવાઓ અને નિષ્ફળ કામગીરીથી જીલ્લાના પ્રજાજનોમાં ભારે રોષ ફેલાયો છે. રાજસ્થાનને અડીને આવેલી જિલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી પ્રવેશતા મુસાફરો મારફતે વધુ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા સરહદ પરથી જિલ્લામાં પ્રવેશતા મુસાફરોનું સ્ક્રિનિંગ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેની માંગ પ્રબળ બની છે.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular