જય અમીન (નવજીવન. અરવલ્લી): અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની સરડોઈ ગામની એ. એમ. શાહ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હાલ અમદાવાદ ખાતે મિકેનિકલ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા યુવાનો નિર્મલકુમાર દીપકભાઈ પટેલ તથા મૌલિકકુમાર જયેશભાઈ જોષીએ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ હિમાંશુભાઈ પંડ્યાના સાંનિધ્યમાં લેહ, લદાખ, સિયાચીન જેવા પ્રદેશમાં હાડ થીજાવતી ઠંડી સામે ભારતીય જવાનોને રક્ષણ મળી રહે તે હેતુથી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરી અલભ્ય હેબીટાટનું સંશોધન કરી સરડોઈ, મોડાસા અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

વિદ્યાર્થીઓનો દાવો છે કે, માયનસ 40 ડિગ્રીથી 60 ડિગ્રી તાપમાન ધરાવતા અતિશય ઠંડીવાળા આ પ્રદેશોમાં વારંવાર ફૂંકાતા પવનોમાં પણ આ હેબીટાટ જવાનોને સુરક્ષિત રાખી શકે છે. વીસ જવાનો રહી શકે તેવું આ હેબીટાટ ઇસરોના સેટેલાઇટ સાથે કનેક્ટિવિટી ધરાવતું હોવાથી ટી. વી., ઓડિયો, વીડિયો, ફોન કરવાની સુવિધા તેમજ મનોરંજન આપવા સહિતની જવાનોને સગવડો સુલભ રીતે મળી શકે છે. તેમજ વાતાવરણને અનુરૂપ જલ્દીથી ઈન્ટ્રોલ થઈ શકે છે. આ હેબીટાટમાં સોલાર અને વિન્ડપાવરને ઈલેક્રીસીટીમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા હોવાથી આખા હેબીટાટને પૂરતા પ્રમાણમાં ઇલેક્રીસીટી મળી શકે છે. દર ચાર કલાકે ગરમ પવન હેપા ફિલ્ટર કરી ફિલ્ટર કરી પ્રવેશ કરી શકશે. આખા હેબીટાટમાં સોલિડ અને લીકવીડ વેસ્ટનું અંડર ટ્રીટમેન્ટ કરી નાખવાની અદ્ભૂત ટેક્નોલોજી ઉપલબ્ધ કરવામાં આવી છે.
આખા હેબીટાટમાં સોલિડ અને લીકવીડ વેસ્ટનું અંડર ટ્રીટમેન્ટ કરી નાખવાની અદ્ભૂત ટેક્નોલોજી ઉપલબ્ધ કરવામાં આવેલ છે . સમગ્ર ભારતમાં પ્રથમ સંશોધિત આ હેબીટાટમાં ફાયર એલાર્મ, ટોયલેટ, યુરિન પોલ્યૂશનનો નિકાલ આપમેળે જ થઈ જવાની દુર્લભ સુવિધાવો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. બર્ફીલા પાણીનું પીવાના પાણીમાં રૂપાંતર કરવાની પાયાની જરૂરિયાતને પણ આ સંશોધનને પ્રાધાન્ય આપવામાં આવી છે. આ અદ્ભૂત હેબીટાટના સંશોધનથી દેશના જવાનોને મદદરૂપ થવાના આ સ્તુત્ય પ્રયાસને બિરદાવી આ બન્ને સંશોધન કરતા યુવાનોને ગુજરાત યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલરે બિરદાવી અભિવાદન કરતાં સમગ્ર ગુજરાતમાં હર્ષ અને ગૌરવની લાગણી પ્રસરી છે.

![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












