Wednesday, June 24, 2026
HomeGujaratVadodaraવડોદરા-કરજણ હાઈવે પર ગોઝારો અકસ્માત, રાજસ્થાનના બે યુવક સહિત ત્રણનાં મૃત્યુ

વડોદરા-કરજણ હાઈવે પર ગોઝારો અકસ્માત, રાજસ્થાનના બે યુવક સહિત ત્રણનાં મૃત્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara Accident: ગુજરાતમાં હાઈવે અકસ્માતની ઘટનામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાઈવે પર બેફામ બનેલા વાહન ચાલકોની બેદરકારીના કારણે અન્ય નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના વડોદરાના કરજણ હાઈવે (Vadodara- Karjan Highway) પરથી સામે આવી છે. કાર અને આઈસર વચ્ચે ધડાકાભેર અકસ્માત (Accident) સર્જતા કારમાં સવાર અને આઈસર ચાલક ત્રણેય લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મૃત્યુ થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું પડીકું વળી ગયું હતું. બીજી તરફ આઈસરના આગળનો ભાગ પણ ક્ષતિગ્રસ્ત બન્યો હતો. અકસ્માતના પગલે હાઈવે પર ચક્કાજામ થઈ ગયું હતું. અકસ્માતની ઘટનાની જાણ કરજણ પોલીસને (Karjan Police) કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્રણેય મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રથામિક માહિતી મુજબ મૃતક રાજસ્થાનના હોવાનું સામે આવ્યુ છે. અકસ્માતને લઈ પોલીસે અકસ્માત મોત અંગોનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

મળતી માહિતી મુજબ, વડોદરાના કરજણ હાઈવે પર માંગલેજ ખાતે આજરોજ સવારે 11 વાગ્યાના અરસામાં ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે પર કાર યુ ટર્ન લઈ રહી હતી, તે દરમિયાન બેફામ ગતિએ દોડી રહેલા આઈસર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આઈસર કારમાં ઘૂસી ગઈ હતી. જેથી કારમાં સવાર બંને લોકોના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. ત્યારે બીજી તરફ અકસ્માત એટલો ભયંકર હતો કે આઈસર ચાલકનું પણ મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાને પગલે હાઈવે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને હાઈવે પર ચક્કાજામની સ્થિતિ ઉદ્ભવી હતી.

- Advertisement -

લોકોએ અકસ્માતની જાણ કરજણ પોલીસને કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાઈવે પર લોહીલુહાણ હાલતમાં પડેલા ત્રણેય મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસની પ્રથામિક તપાસ મુજબ કારમાં સવાર બંને ભાઈઓ છે, જેઓ રાજસ્થાનના નવાપુરાના રહેવાસી છે. આ મામલે પોલીસ દ્વારા મૃતકના પરિવારોને જાણ કરવામાં આવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular