Wednesday, June 24, 2026
HomeGujaratVadodaraવડોદરાવાસીઓ પનીર ખાતા ચેતજો, 70 ટકા નકલી પનીર વેચાવાના આક્ષેપ થતા ખળભળાટ...

વડોદરાવાસીઓ પનીર ખાતા ચેતજો, 70 ટકા નકલી પનીર વેચાવાના આક્ષેપ થતા ખળભળાટ મચ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: આજના સમયમાં ભેળસેળવાળા પદાર્થોનું જે રીતે વેચાણ થઈ રહ્યું છે, તે જોતાં એવું લાગી રહ્યું છે કે હવે ઓરીજનલ વસ્તુઓ મેળવવી લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. છેલ્લા કેટલાક માહિનામાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં નકલી અને ભેળસેળવાળા ખાદ્યપદાર્થો પકડવામાં આવી રહ્યા છે, ત્યારે હવે વડોદરામાં (Vadodara) નકલી પનીરનું (Fake Paneer) વેચાણ થતું હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે. આ આક્ષેપો અન્ય કોઈએ નહીં પણ વડોદરાના સયાજીગંજના ધારાસભ્ય કેયૂર રોકડિયા (MLA Keyur rokadia)અને મેન્યુફેક્ચરિંગ અને ટ્રેર્ડસ એશોશિયેશને કર્યા છે. સાથે જ તેમણે આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા પનીરનું ચેકિંગ કરવામાં આવે તેવી માગ કરી છે.

આજરોજ મળેલી બેઠકમાં મેન્યુફેક્ચરિંગ અને ટ્રેર્ડસ એશોશિયેશને બળાપો ઠાલવતા કહ્યું હતું કે, વડોદરામાં દરરોજના 10 હજાર કિલો પનીર માંથી 7 હજાર કિલો જેટલો પનીર ભેળસેળવાળુ આવે છે. દરોરોજ હજારો કિલો પનીર વડોદરામાં વેચાય છે, જેમા કોઈ પણ ચેકિંગ વગર ડેરી, દુકાન અને હોટેલમાં આ પનીર વેચાઇ રહ્યું છે.

- Advertisement -

વડોદરામાં ભેળસેળવાળુ પનીર અન્ય રાજ્યમાંથી વેચાણ માટે આવતું હોય છે, જેમાં આ પનીર કોઈ પણ પ્રકારના ટેસ્ટિંગ વગર અસલી છે કે નકલી તે પ્રકારની કોઇપણ તપાસમાં કરવામાં આવતી નથી. કેટલાક વિક્રતાઓ વધુ પૈસા કમાવવાની ફિરાકમાં લોકોને અસલી પનીરની આડમાં નકલી પનીર પધરાવી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી રહ્યા છે. આ બાબતે વડોદરા મેન્યુફેક્ચરિંગ અને ટેડ્રર્સ એશોશિયેશને ગંભીર નોંધ લઈ આવા બહારથી આવતા પનીરની તપાસની માગ કરી છે. આવી નકલી પ્રોડક્ટનું વેચાણ કરતા વિક્રતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગ છે.

નકલી પનીરનો સમ્રગ મામલો સાયજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા પાસે પહોંચ્યો હતો, જે મામલે તેમણે મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેર્ડસ એશોશિયેશનના સંચાલકો સાથે બેઠક કરી હતી. નકલી પનીરનું વેચાણ કરનારા વ્યક્તિઓ સામે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. તેમજ સંચાલકોએ આક્ષેપ કર્યા છે કે બહારથી આવતું પનીર પામ ઓઇલ અને કેમિકલથી બનેલુ છે. જેમાં દૂધનું પ્રમાણ નહિવત છે. જે આગામી ભવિષ્યમાં લોકોના સ્વાસ્થય માટે હાનિકારક છે જેની સામે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી માગ કરવામાં આવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular