નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આ વર્ષે ચોમાસુ મોડુ શરૂ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમ જ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાવઝોડાની સિસ્ટમ સક્રિય થતા દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના પગલે દરિયો ગાંડોતૂર બન્યો છે. હાલના વાતવરણને જોતા તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ ગુજરાતમાં ભારે વાવઝોડાની અસર વ્યકત કરવામાં આવી રહી છે. વોવઝાડાના કારણોસર ગુજરાતમાં દરિયાની આસપાસ વસવાટ કરતા લોકો પણ ચિંતા મૂકાયા છે. આજે પણ ગુજરાતીઓને તાઉતે વાવઝોડાના કારણે થયેલા નુકશાનની ઘટના યાદ છે. તે ઘટનાના નુકશાનીથી હજુ લોકો બહાર આવી શક્યા નથી, ત્યારે વધુ એક બિપોરજોય વોવઝોડુ (Cyclone Biporjoy) ત્રાટકવાની આશંકાને પગલે લોકોની ચિંતામાં વધારો થયો છે.
આ અંગે હવામાન વિષયના નિષ્ણાંત અંબાલાલ પટેલ જણાવ્યું છે કે, વાવઝોડાની અસર ગુજરાતમાં ભારે થવાની છે. ગુજરાતના દક્ષિણ ભાગે ભારે વરસાદ થવાની શક્યતા છે. બિપોરજોય વાવઝોડાના કારણે ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે, જેની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત તરફ રહેવાની છે. આગામી બે દિવસની અંદર કેરળમાં વરસાદ થઈ જશે. જે કારણે વિધિવત ચોમાસાનો પ્રારંભ થશે. તેમજ વાવોઝોડું ગુજરાત બાદ ઓમાન તરફ ફંટાવાની વધુ શક્યતા છે. ગુજરાતમાં આગામી 7થી 9 જૂન આસપાસ વાવાઝોડું મજબૂત બની શકે છે. વાવઝોડાની આગાહી વચ્ચે દરિયો પણ તોફાની બનશે. જેને લઇ દરિયાની આસપાસના વિસ્તારોમાં ભારે નુકશાન થવાની ભિતી વ્યકત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે, વાવઝોડાની સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના પાડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં નંબર 1નું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચનો કરવામાં આવ્યા છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં પણ સંભવત વાવાઝોડાના કારણે જિલ્લા તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વાવઝોડાના કારણે આ વખતે ચોમાસુ મોડું બેસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
Tag: Ambalal Patel | Big Forecast on Cyclone to Monsoon | Gujarat Ma Varshad Ni Aagahi | Varsad Ni Aagahi
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








