નવજીવન ન્યૂઝ. મોરબી: મોરબીમાં (Morbi) કન્ટેનર ચલાકે રોંગ સાઈડમાં ગફલતભરી રીતે ટ્રક હંકારી ઓવરટેક દરમિયાન બાઈકને અડફેટે લીધું હતું. જેના કારણે બાઈક પર સવાર મહિલા નીચે પટકાતા ટ્રકનું ટાયર બાઈક સવાર મહિલા પર ફરી વળ્યુ હતું. જ્યારે બીજી તરફ બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ (Morbi Civil Hospital) ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતના (Accident) પગલે ટ્રક ચાલક ટ્રક સ્થળ પર જ મૂકી નાસી છૂટ્યો હતો. સ્થાનિકોએ પોલીસને અકસ્માતની જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભીલસિંગ ભવાનસિંગ વાસુનિયા પોતાની બહેન સાથે બાઈક પર દવાખાને દવા લઈ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પાવડીયારથી જેતપુર તરફ સવારે 8 વાગ્યાના અરસામાં એક કન્ટેનર રોંગ સાઈડમાં આવી રહ્યું હતું. બેદરકારી પૂર્વક ટ્રક હંકારી રહેલા ચાલકે ટ્રકની ઓવરટેક કરવા દરમિયાન કાબૂ ગુમાવતા બાઈકને ઠોકર મારી હતી. જેના કારણે બાઈક પર સવાર બુધીબેન નામના મહિલા ટેન્કરના પાછળના ટાયર નીચે કચડાઈ ગયા હતા. જ્યારે બાઈક ચાલક દૂર ફંગોળાઈ જતા તેનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો.
ઘટનાના કારણે રાહદારીઓ પણ દોડી ગયા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા. ઘટનાના પગલે સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોય ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.
આ ઘટના સંદર્ભે પોલીસે બેદરકારી પૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જનાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ ટ્રક ચાલક ફરાર હોય તેની શોધખોળ ચાલી રહી છે જ્યારે પોલીસે ટ્રક નંબર RJ-52 GB-0031ને ડિટેઈન કરી કબ્જે લીધી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








