Thursday, October 2, 2025
HomeGeneralગુજરાત: નવા વર્ષના પહેલા દિવસે કોરોનાનો આંકડો ચાર ડીજીટ પર પહોંચ્યો

ગુજરાત: નવા વર્ષના પહેલા દિવસે કોરોનાનો આંકડો ચાર ડીજીટ પર પહોંચ્યો

- Advertisement -

નવજીવન અમદાવાદ: ગુજરાતમાં રાજકીય મેળાવડા અને નવ વર્ષની ઉજવણીની વચ્ચે આજના જે કોરોનાના કેસના સામે આવ્યા છે તે ઘણા ચિંતાજનક છે. રાજ્યમાં અત્યાર સુધી છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ ત્રણ આંકડામાં આવતા હતા. જે આજે ચાર આંકડામાં થઈ ગયા છે. રાજ્યમાં આજે ૧૦૬૯ કેસ સામે આવ્યા છે.



ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની આકાંશા વચ્ચે સતત કેસમાં વધારો થઈ રહ્યો છે. જો કે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં રાજકીય મેળાવડા પણ જોરશોરથી ચાલી રહ્યા છે. તો બીજી બાજુ આમ જનતા પર નિયંત્રણના નામે રાત્રી કરફ્યુ લાદી દેવામાં આવે છે. તો બીજી બાજુ આગામી સમયમાં વાઇબ્રન્ટ ગુજરાત અને ફ્લાવર શો યોજવા જઈ રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી આવવાની શક્યતા હોવાથી કેસમાં હજી પણ વધારો થશે તેવું લોકો દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં અત્યારે ૩૯૨૭ એક્ટિવ કેસ છે. જેમાંથી ૧૧ દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે ૩૯૧૬ સ્ટેબલ છે. આજે એક જ દિવસમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં ૫૫૯, સુરત ૧૫૬, વડોદરા ૬૧, રાજકોટ ૪૧ કેસ નોંધાયા છે અને નવસારીમાં એકનું મૃત્યુ નિપજ્યું છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular