વાયદો ૧૪ એપ્રિલે સિઝન લો બનાવી ત્રણ જ ટ્રેડીંગ સત્રમાં ૨૨ ટકા ઉછ્ળયો
ભાવ પ્રમાણમાં વધુ નીચા હોવાથી વર્ષના આ સમયે વીજળી માટે ગેસ માંગ વધી
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): Natural Gas news in Gujarati: એપ્રિલ ૧૪એ નાયમેકસ નેચરલ ગેસ મે વાયદાએ ૧.૯૪ ડોલર પ્રતિ મેટ્રીક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટની બોટમ બનાવી, ત્યાર પછી બજારમાં મોમેંટ્મ આવી, આતો એવું થયું જાણે નેચરલ ગેસના તેજીવાળા ઊંઘતા ઝડપાયા. હવામાન અને પુરવઠા બાબતના ફાંડામેંટલ્સ મંદિવાળાની તરફેણ કરતા હોવાથી તેઓએ બજારમાં બરાબરનો ખેલ પાડ્યો હતો. પણ ઉત્પાદનમાં ઊભા થયેલા અંતરાયો અને ઘરને ઠંડા રાખવાની ગેસ માંગ વધવા જેવા સમાચારો ફરતા થતાં બજારના સેંટિમેન્ટે એકાએક યુ ટર્ન લઈ લીધો.
નાયમેક્સ હેન્રી હબ ડિલિવરી રોકડો મે વાયદો બુધવારે એક તબકકે ૨.૩૬ ડોલર થઈ ગુરુવારે ૨.૨૪ ડોલર ક્વોટ થયો હતો. નેચરલ ગેસ વાયદો ૧૪ એપ્રિલે સિઝન લો થયા પછી, ત્રણ જ ટ્રેડીંગ સત્રમાં ૪૦ સેંટ અથવા ૨૨ ટકા ઉછ્ળયો હતો. અત્યાર સુધીની મંદીની તરફેણ કરતો વાયદો એકાએક એપ્રિલ અંતિમ સપ્તાહોમાં ઠંડીનું પ્રમાણ વધી જતાં અમેરિકાના અમુક હિસ્સામાં હીટિંગ ડિમાન્ડ વધી ગઈ હતી. આ બધા વચ્ચે સ્ટોરેજ બિલ્ડ ઓછું થવાની સંભાવના વધી ગઈ હતી.
મધ્ય જાન્યુયારી ૨૦૨૩થી નેચરલ ગેસ અને ક્રૂડ ઓઇલ વાયદા વચ્ચેના ભાવ સંબંધો પણ રસપ્રદ થઈ ગયા છે. ડબલ્યુટીઆઈ ક્રૂડ/નેચરલ ગેસ રેશિયો વધીને લાંબાગાળાનો ટોપ ૧:૨૫ વટાવી ગયો હતો. એપ્રિલ આરંભે આ રેશિયો ૪૩ ટચ કરીને પાછો ફર્યો હતો, હાલમાં તે ૩૭ આસપાસ છે. આ રેશિયો તફાવતનું મૂળ કારણ પણ ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના માંગ પુરવઠામાં આવેલા બદલાવ છે. ૨૦૨૩ની અમેરિકન નેચલ ગેસ સિઝન એન્ડ સ્ટોક લેવલ, ગતવર્ષના ૧.૩૮૨ ટ્રિલિયન ક્યુબિક ફૂટ સામે ૧.૮૩ ટ્રિલિયન ફૂટ રહેવાનો અંદાજ છે.
વર્તમાન ભાવ ઘટાડાનું એક મૂળ કારણ અમેરીકામાં શિયાળો પ્રમાણમાં હળવો રહ્યો, પરિણામે વિડ્રોઅલ સિઝન એન્ડ સ્ટોક પ્રમાણમાં ઊંચો રહેશે. પણ જ્યારે ક્રૂડ ઓઇલની વાત આવે છે ત્યારે, ઓપેક દેશોએ અન્ય દેશો સાથે સહયોગ સાધીને ભાવ પર કાબૂ મેળવવા ઉત્પાદન વૃધ્ધિ સ્તર પર નિયંત્રણ લાદયા સાથે જ ક્રૂડ ઓઇલ રિઝર્વ પર પણ નિયંત્રણ મેળવ્યું.
એનાલિસ્ટો કહે છે કે એકાદ મહિના પહેલા જ શિયાળાના અંતનો આરંભ થઈ ગયો હતો, જે હુફાળા મહિનાનો એક નવો વિક્રમ હતો. એક તરફ ઘરોના હીટિંગ માટે ગેસનો ઓછો વપરાશ અને બીજી તરફ સ્ટોરેજમાં ફ્યુયલનો સખત મલભરાવો, ભાવને અસર કરી ગયો. જોકે તાજેતરમાં ઠંડકમાં વૃધ્ધિ, બજારને મજબૂત થવા માટે ટેકારૂપ બની ગઈ.
હયુસ્ત્ન સ્થિત એનર્જી માર્કેટ એડ્વાઇઝર ગિલબર એન્ડ એસોસિયેટ કહે છે કે એપ્રિલના બાકી રહેલા દિવસોમાં મુજબ અમેરીકામાં હવામાન ઠંડુ રહેશે અને હોમ હીટિંગ ગેસ માંગ વધશે, તે સિવાય શિયાળો પૂર્ણ થવા સાથે, હવે પ્રશ્ન એ છે કે બજારે પરંપરાગત રીતે બોટમ સ્થાપિત કરી દીધી છે કે નહીં?
અમેરિકન એનર્જી એડમિનિસ્ટ્રેશને કહ્યું કે ગત સપ્તાહે ગેસ સ્ટોરેજ ઈંજેક્શન (ટાંકામાં ગેસ ઠાલવવો) વધતાં પુરાંત સ્ટોક ૧.૮૫૫ ટ્રિલિયન યુબિક ફૂટ રહ્યો હતો. જે ગતવર્ષની સમાન સમયની તુલનાએ ૩૩ ટકા અને પાંચ વર્ષની સરેરાશ કરતાં ૧૯ ટકા વધુ હતો. ગિલબરના એનાલિસ્ટો કહે છે કે ભાવ પ્રમાણમાં વધુ નીચા હોવાથી વર્ષના આ સમયે વીજળી માટે નેચરલ ગેસની માંગ વધીને દૈનિક ૨૯.૨ અબજ ક્યુબિક ફૂટ જેટલી રહી હતી, જે પાંચ વર્ષની સરેરાશ દૈનિક ૨૪.૭ અબજ ક્યુબિક ફૂટ કરતાં વધુ હતી.
એસકે ચાર્ટિંગ ડોટકોમના ટેકનિકલ એનાલિસ્ટ સુનિલ દિક્ષિત કહે છે કે જો ભાવ ૫૦ દિવસની મૂવિંગ એવરેજ ૨.૫૫ ડોલર ઉપર બંધ બતાવશે, ત્યાર પછી તેજીવાળા ૧૦૦ દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ ૩.૪૩ ડોલર વટાવવાનો પ્રયાસ કરશે. તેમણે સાવચેતીના સૂરમાં કહ્યું હતું કે જો ૨.૫૫ ડોલરનું લેવલ ટકાવવામાં તેજીવાળા નિષ્ફળ જશે તો મંદિવાળા ૨.૨૦ ડોલર અને ૨.૦૪ ડોલરના સપોર્ટ લેવલને તોડવાનો પ્રયાસ કરશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૨૦-૪-૨૦૨3








