Friday, May 1, 2026
HomeInternationalયમન: ઈદ પહેલા 85 લોકોના ઘરે માતમ છવાયો, જકાત વહેંચવાના કાર્યક્રમમાં મોટી...

યમન: ઈદ પહેલા 85 લોકોના ઘરે માતમ છવાયો, જકાત વહેંચવાના કાર્યક્રમમાં મોટી દુર્ઘટના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. યમન: Stampede in Yemen: યમનમાં રમઝાનના છેલ્લા દિવસે લોકોને આર્થિક મદદ રૂપે જકાત વહેંચવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, તે દરમિયાન જકાત મેળવવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. આ ભીડને કાબુમાં લેવા માટે ત્યાં હજાર સુરક્ષાકર્મી હવામાં ગોળીબાર કર્યો હતો. જેના કારણે લોકોમાં અફરા-તફરી મચી જતાં ધક્કામુક્કીના કારણે 85 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 300 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

હાલ મુસ્લિમો માટે પવિત્ર એવો રમઝાન માસ ચાલી રહ્યો છે. યમનમાં એક પરંપરા અનુસાર રમઝાનમાં જકાત(આર્થિક મદદ) વહેંચવામાં આવે છે. ત્યારે આજે રમઝાનના છેલ્લા દિવસે યમનની રાજધાની સનામાં આવી જ રીતે જકાત વહેંચવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગરીબ લોકોની ભીડ ઉમટી આવી હતી. આ દરમિયાન લોકોની ભીડને નિયંત્રણમાં લેવા માટે હૂતી સેના દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

હવામાં ફાયરિંગ કરવામાં આવતા ઉપરથી પસાર થતાં વીજળીના વાયરમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે લોકો ગભરાઈ ગયા હતા અને દોડાદોડી કરવા લાગ્યા હતા. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો જેમાં 85 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે અને 300 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.

યમન મીડિયાના જણાવ્યા અનુસાર, “હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે દુર્ઘટના સમયે ઘટનાસ્થળે કેટલા લોકો હાજર હતા. જ્યાં જકાત આપવામાં આવી રહી હતી તે જગ્યા એક નાની શેરી હતી. લગભગ 2 કિલોમીટરની લાંબી લાઇન લાગી હતી. વાયરલ થયેલા ફોટા અને વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો મોટી સંખ્યામાં જકાત લેવા માટે પહોંચી ગયા હતા.”

યમન મંત્રાલયના પ્રવક્તા બ્રિગેડિયર અબ્દુલ-ખાલેક અલ-અઘરીએ આ અકસ્માત માટે આયોજકોને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે, “જો આ ચેરિટી ઈવેન્ટ સ્થાનિક પ્રશાસનને સાથે રાખીને કરવામાં આવી હોત તો આવી ઘટના ન બની હોત. આયોજકોએ અવ્યવસ્થિત રીતે જકાત વહેંચવાનું આયોજન કર્યું હતું.”

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular