નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Atal Bridge Glass Crack: અમદાવાદનું (Ahmedabad) નવું નજરાણું અને શહેરની આગવી ઓળખ તરીકે સ્થાન મેળવનાર અટલ બ્રિજના કાચ તૂટવાને (Atal Bridge Glass Broke)લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) કામગીરી પર શંકાના વાદળો ઘેરાયા છે. ભ્રષ્ટ્રાચારનો અડ્ડો બનેલા હાટકેશ્વર બ્રિજની શાહી હજુ સુકાઇ નથી, ત્યારે અમદાવાદની શોભામાં વધારો કરતો અને અમદાવાદીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા અટલ બ્રિજના ફલોરના ગ્લાસમાં તિરાડો પડતા AMCની કામગીરી અને સહેલાણીઓની સુરક્ષા સહિતના અનેક પ્રશ્નોને લઇ કોર્પોરેશન ઘેરાઇ છે.
જણાવી દઇએ કે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ છેડાંને જોડતો રિવરફન્ટ્ર ઇવેન્ટ સેન્ટર પાસે બનેલા અટલ બ્રિજને હજુ તો 1 વર્ષ પણ પૂર્ણ થયું નથી તે પહેલાં બ્રિજમાં ખામીઓ સર્જાવાની ફરિયાદો ઉઠવા પામી છે. 80 કરોડના ખર્ચે બનેલા અટલ બ્રિજની મજા માણવા દેશ વિદેશથી હજારોની સંખ્યામાં મુલાકાતીઓ દરરોજ મુલાકાત લેવા માટે અહીં આવતા હોય છે. અટલ બ્રિજના ફલોરનો કાચ તૂટવાના પગલે AMC ની હલકી ગુણવત્તાની કામગીરીનો વધુ એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. જેમાં આ પ્રકારની ઘટના બાદ અધિકારીઓ લૂલો બચાવ કરતા નજરે પડી રહ્યાં છે અને ઉનાળાની ગરમી પર દોષનું ઠીકરું ફોડી રહ્યા છે.
હાલ તૂટેલાં કાચની ફરતે કોર્પોશન દ્ઘારા બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે. સિકયુરીટી ગાર્ડ અને પોલીસ જવાનો તૈનાત કરાયા છે. જોકે તંત્ર દ્વારા બ્રિજની શોભા વધારવાના આશયથી પારદર્શક કાચ લગાડવામાં આવ્યા હતા. પરંતુ હજારોના ધસારાના કારણે, લોકોની અવર જવરના પગલે પણ કાચ તૂટી ગયો હોય તેવુ અનુમાન લગાવાઈ રહ્યુ છે. જોકે આગામી દિવસોમાં કાચની નીચે લોખંડની ગ્રિલ લગાડવા તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.
6 દિવસ ચાલશે રિનોવેશનની કામગીરી
અટલ બ્રિજ પર આઠ જેટલાં પારદર્શક ફલોર ગ્લાસ લગાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં કાચની નીચે લોખંડની ગ્રિલ મૂકવા અધિકારીઓના સ્થળ નિરીક્ષણ બાદ નિર્ણય લેવાયો છે. 6 દિવસ સુધી કાચના રિનોવેશન અંગે કામગીરી ચાલશે.
સહેલાણીઓની સુરક્ષાનું શું?
દર વખતે તંત્ર ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળાં મારવા જેવી સ્થિતિનું નિર્માણ કરતું હોય છે. જો કે કોઇ દુર્ઘટના ન થાય તે પહેલા તંત્રએ સતર્કતા દાખવી મોટી દુર્ઘટના થતી બચાવવાની હોય છે. ત્યારે સબ સલામતના દાવા વચ્ચે ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ઉઘાડી પડી છે. જેને લઇ કોર્પોરેશનની કામગીરી સામે પણ હવે લોકોનો વિશ્વાસ તૂટતો નજરે પડી રહ્યો છે.
TAG: Ahmedabad News, Atal Bridge glass crack, Ahmedabad Atal Bridge glass Broke
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








