નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં PCBની ટીમ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં સિંધુ ભવન રોડ પર આવેલી નામાંકીત તાજ સ્કાયલાઈન હોટલ (Taj Skyline Hotel) માં PCBએ દરોડો પાડી જુગારધામ મોટું જુગારધામ પકડી પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે PCBના દરોડામાં ખુદ તાજ હોટલનો માલિક કૈલાશ ગોએન્કા (Kailash Goenka) પણ જુગાર રમતા ઝડપાયો છે. પોલીસે જુગાર રમતા કુલ 10 લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, શહેરમાં PCBનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન હેડ કોન્સટેબલ નૌશાદઅલી ઉસ્માનમીયા અને તુષારદાન ભરતદાનને માહિતી મળી હતી કે સિંધુ ભવન રોડ (Sindhu Bhavan Road) પર આવેલી તાજ હોટલ (TAJ HOTEL) માં બહારના માણસોને બોલાવવીને હારજીતનો જુગાર રમવામાં આવી રહ્યો છે. માહિતીના આધારે PCBની ટીમે રેડ કરવા માટે પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ખાતેથી વોરંટ લઈને ટીમ તાજ હોટલના સાતમાં માળે આવેલા 721 નંબરના રૂમમાં રેડ કરવા માટે પહોંચી હતી.
Taj Skyline ના કૈલાશ ગોએન્કા જુગાર રમતા ઝડપાયા

PCBની ટીમે દરવાજો ખટખટાવતા અંદરથી એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો હતો. આ રૂમમાં એક ગોળ ટેબલની ફરતે કુલ 10 ખુરશી ગોઠવેલી હતી. જેમાં 9 લોકો બેઠેલા હતા જ્યારે એક દરવાજો ખોલવા માટે ઊભો થયો હતો. PCBની ટીમે વોરંટ બતાવી રૂમમાં તપાસ કરતા જુગાર રમવા માટેના કોઈન અને પત્તા તમામના લોકોના હાથમાં જોવા મળ્યા હતા. PCBએ પુછપરછ કરતા દરવાજો ખોલવા ઊભો થયેલો વ્યક્તિ બીજુ કોઈ નહીં પરંતુ તાજ હોટલનો માલિક કૈલાશ રામઅવતાર ગોયન્કા હોવાનું સામે આવ્યું હતું. તાજ હોટલનો માલિક તેના મીત્રોને ભેગા કરીને તીનપતીનો જુગાર રમતા હતા. જુગારમાં રોકડા નાણાં તરીકે કોઈનનો ઉપયોગ કરવામાં આવતો હતો.
સુત્રો અનુસાર, તાજ હોટલમાં મોટી સંખ્યામાં સી.સી.ટી.વી. કેમેરા અને ખાનગી સિક્યોરીટી હોવાના કારણે જુગારીઓને રેડની ગંધ ન આવી જાય તે માટે PCBની ટીમના તુષારદાન ગઢવીએ તાજ હોટલમાં રેડ પહેલા રૂમ બુક કરાવીને જુગાર રમાતો હોવાની માહિતીની ખરાઈ કરી હતી. જ્યારે PCBની ટીમ રૂમ નંબર 721માં દરોડ હેડ કોન્સટેબલ દરોડો પાડ્યો ત્યારે જુગાર રમાનરા લોકોમાંથી એકએ ધમકીના સુરમાં કહ્યું હતું કે 10 મીનીટ રાહ જોવો હર્ષ સંધવીનો ફોન આવી જશે. જોકે સમગ્ર બનાવ અંગેની જાણ હેડ કોન્સટેબલે PCBના પોલીસ ઈન્સપેક્ટર તરલ ભટ્ટને (PCB Police Inspector Taral Bhatt) કરતા તાત્કાલીક સ્થળ પર આવીને 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
કૈલાશ રામઅવતાર ગોયન્કા (Kailash Ramavatar Goenka) ન માત્ર તાજ હોટલનો માલિક પરંતુ સંકલ્પ ગ્રુપનો માલિક પણ છે. PCBની રેડમાં કૈલાશ રામઅવતાર ગોયન્કા, શંકર મોહનભાઈ પટેલ, હસમુખ મફતલાલ પરીખ, અજીત શાંતિલાલ શાહ, કનુ અંબાલાલ પટેલ, ભાવીન ઈન્દ્રજીતભાઈ પરીખ, પ્રદીપ રામભાઈ પટેલ, ભરત મણીલાલ પટેલ, જગદીશ ભગવાનભાઈ દેસાઈ, નરેન્દ્ર જીનણલાલ પટેલ કુલ 10 લોકને ઝડપીને રોકડ રૂપિયા 9,73,350 સહિત કુલ 10,47,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








