નવજીવન ન્યૂઝ. મુંબઈ: Sai Baba of Shirdi :અવાર નવાર ધાર્મિક લાગણીઓ દુભાવતા નિવેદનોના સમાચાર સામે આવતા હોય છે. આવા નિવેદનોમાં ફરી એક બાબા સપડાયા છે. તે છે બાગેશ્વર ધામના (Bageshwar dham) આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી. (Dhirendra Shastri) તેમણે શિરડીના સાંઈબાબા (Shirdi Sai Baba) પર આપેલા નિવેદનને (controversial comments) લઈ મુંબઈની બાંદ્રા પોલીસમાં ફરિયાદ કરાઈ છે. તેમજ ધાર્મિક લાગણી દુભાવવા બદલ તેમના વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરવામાં આવી છે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા કેટલાક મહિનાઓથી કથિત ચમત્કારો અને નિવેદનો માટે હેડલાઈન્સમાં રહ્યા છે. અગાઉ પણ તેઓએ વિવાદિત નિવેદનો આપ્યા છે. સંત તુકારામ વિશે વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદ વકરતા તેઓ ચર્ચામાં રહ્યા હતા. જો કે, બાદમાં તે મામલે તેમને માફી પણ માંગી હતી. થોડા દિવસો પહેલા રાજસ્થાનમાં ‘કુંભલગઢ કિલ્લામાં લાગેલા લીલા ઝંડા હટાવો અને તેની જગ્યાએ કેસરી લગાવો’. શાસ્ત્રીના આ નિવેદન બાદ રાજસ્થાન પોલીસે તેમની સામે કેસ પણ નોંધ્યો હતો. બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીના આ નિવેદનના બે દિવસ બાદ જ પોલીસે પાંચ યુવકોની ધરપકડ કરી હતી. વાસ્તવમાં આ પાંચ યુવકો કિલ્લામાં ભગવો ઝંડો ફરકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે હવે સાંઈબાબા પર નિવેદન આપીને બાબા વિવાદોમાં સપડાયા છે.
શું આપ્યું નિવેદન ?
આ વખતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક પ્રવચનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં વીડિયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રી એક ભક્તના પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સાંઈબાબાને ભગવાન નથી માનતા કહેતા જોવા મળી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યુ કે, “આપણા ધર્મના શંકરાચાર્યે સાઈ બાબાને દેવતાનું સ્થાન આપ્યું નથી અને શંકરાચાર્યનું પાલન કરવું એ દરેક સનાતનીનો ધર્મ છે કારણ કે તેઓ તેમના ધર્મના પ્રધાન છે. અને કોઈ પણ સંત આપણા ધર્મનો હોય પછી તે તુલસીદાસ હોય કે સુરદાસ… તે સંત છે, મહાન માણસ છે, યુગોના માણસ છે પણ ભગવાન નથી. સાંઈ બાબા સંત હોઈ શકે, ફકીર હોઈ શકે પણ ભગવાન ન હોઈ શકે”.
બાગેશ્વર બાબા એટલે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો આ વીડિયો શિવસેના (ઉદ્ધવ જૂથ) યુવા સેનાના નેતા અને શિરડી સાંઈ સંસ્થાનના ભૂતપૂર્વ ટ્રસ્ટી રાહુલ કનાલે મુંબઈની બાંદ્રા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લગાવ્યો છે. અને FIR નોંધવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, શિરડીમાં બાગેશ્વર બાબા વિરુદ્ધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. ફોટા પણ બાળવામાં આવ્યા હતા. ‘યુવા શિરડી પ્રસ્થાન’ના લોકોએ બાગેશ્વર બાબાનો વિરોધ કર્યો હતો.
TAG: Sai Baba of Shirdi, Bageshwar Dham, Baba Dhirendra Shastri controversial Statement, Shirdi Sai Baba
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








