અમેરિકનોએ એક જ સપ્તાહમાં ૧૦૦ અબજ ડોલરની ડિપોઝિટ બેંકમાથી પાછી ખેંચી લીધી
ક્રિપટો ટોકનને સલામત મૂડીરોકાણનો દરજ્જો પ્રાપ્ત થવાનો દાવો ફરી મજબૂત થયો
માર્ચમાં અત્યાર સુધીમાં ક્રિપ્ટોબજારમાં એકલા બીટકોઇનનું વર્ચસ્વ ૪૭ ટકા
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): Bitcoin News Gujarati: છેલ્લા કેટલાંક સપ્તાહથી સોના ચાંદી (Gold Silver) અને ક્રિપટોકરન્સી (Cryptocurrency) વચ્ચેના સંબંધો વધુ મજબૂત થયા છે. આથી ક્રિપટો ટોકનને સલામત મૂડીરોકાણનો દરજ્જો પ્રાપ્ત થવાનો દાવો મજબૂત થયો છે. પાછલા સપ્તાહોમાં અમેરિકન બેંકોની કટોકટીને (American Banking Crisis) લીધે અમેરિકન સહિતના અનેક દેશના શેરબજારો (Stock Market) દબાણમાં આવી ગયા. આ કટોકટીએ બજારમાં પ્રવાહિતા જાળવવા ફેડરલ રિઝર્વને (Federal Reserve) મોટાપાયે ડોલર છાપવા જેવા મજબૂત અને તુરંત પગલાં લેવાની ફરજ પડી હતી.
અમેરિકના આ પગલાને લીધે ક્રિપ્ટોબજાર ખાસ કરીને બીટકોઈન (Bitcoin) તરફથી અણધાર્યો ટેકો પ્રાપ્ત થયો હતો. વ્યાજદર વૃધ્ધિ, બેન્કોને બેલાઉટ અને નાણાંનીતિને ઢીલી કરવી, જેવા પગલાઓએ રોકાણકારોને પોતાની અસ્ક્યામતોની સલામતી જેવા, પ્રશ્નાર્થ કરતાં કરી મૂક્યા હતા. ક્રેડિટ સ્યૂઇસ, ડ્યુશ બેન્ક જેવી યુરોપીયન બેંકોનો પણ વારો પડી ગયો હતો.
આ ઘટનાને લીધે ૪૨.૯ લાખ ક્રિપ્ટો બીટકોઈન વોલેટ પુન:પ્રવૃત્ત થયા હતા અને માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં ક્રિપ્ટો બજારમાં એકલા બીટકોઇનનું વર્ચસ ૪૭ ટકા જેટલું વધ્યું હતું. બીટકોઇનનો ભાવ છેલ્લા ૯ મહિનાની ઊંચી સપાટીએ ૨૮૦૦૦ ડોલરે પહોચી ગયો. છેલ્લા એક સપ્તાહમાં આ બેંચમાર્ક ટોકન બીટકોઈન ૧૫ ટકા વધ્યો હતો. આ બધી બાબતો એ વાત સિધ્ધ કરી દીધી છે કે બેંકિંગ સિસ્ટમમાં, ક્રિપ્ટોકરન્સી એ વૈકલ્પિક વ્યવસ્થા છે.
ફેડરલ રિઝર્વ કહે છે કે ૧૫ માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં અમેરિકનોએ ૧૦૦ અબજ ડોલરની ડિપોઝિટ બેંકમાથી પાછી ખેંચી લીધી હતી. છેલ્લા કેટલાંક દિવસોથી બીટકોઈનમા જે રીતે રોકાણ આવી રહ્યું છે અને ભાવ વધી રહ્યા છે તે સૂચવે છે કે પરંપરાગત બેન્કના ડિપોઝિટરો ક્રિપ્ટોકરન્સી તરફ ફરીસલામતી જોવા લાગ્યા છે. ભાવ ઉપર જઇ રહ્યા છે, તેમ છતા રોકાણકારો હજુ સુધી નફો બુક કરવા આવ્યા નથી.
બેંકોની વિશ્વાસનિયતા ઘટી રહી છે અને નાણાંબજારમાં અચોકકસતાનો માહોલ સર્જાયો છે. ત્યારે આ વર્ષે અત્યાર સુધીમાં બીટકોઈન અને ક્રિપ્ટોકરન્સીએ એક ડગલું પાછળ અને બે આગળની પધ્ધતિ અપનાવીને સુધારો જાળવી રાખ્યો છે. હવે જ્યારે બેંકિંગ કટોકટીનું વાવઝોડું અમેરિકા સાથે અન્યત્ર પણ ફૂકાયું છે, ત્યારે બીટકોઈન, ઇથેરિયમ જેવા અન્ય કોઈન પણ મોડે મોડે તેજીની રાહે શા માટે ચાલ્યા છે?
આપણે જાણીએ છીએ કે ૨૦૦૮ની અમેરિકન લેહમેન બ્રધર્સ બેન્ક થકી નાણાકીય કટોકટી સર્જાઇ ત્યારે જ, નબળી બેંકિંગ વ્યવસ્થા પરથી રોકાણકારોનો વિશ્વાસ હકમચી ગયો હતો, આ જ ઘટના બીટકોઇનની જન્મદાતા બની હતી. ૩ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ અમેરિકન બેન્કના ગવર્નરે બેન્કોને ઉગારી લેવા બીજી વખત બેલઆઉટ આપ્યું ત્યારે જ, આપણે જાણીએ છીએ તેમ બીટકોઈન પર વજ્રઘાત હુમલો કરીને તેને પતાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. છેલ્લા એક દાયકાથી ફાયનાન્સિયલ સિસ્ટમ સરળતાથી ચાલતી હતી, પણ ૨૦૦૮માં આવેલી નાણાંકટોકટી પછી તો આખા જગતની સરકારોએ બેન્કોને સહાયતા પૂરી પાડવા કરન્સી નોટો છાપવી શરૂ કરી દીધી હતી.
પણ હવે આ બધુ ફરીથી ઉઘાડું પડી ગયું છે, હવે બીટકોઇનનો સિતારો ફરી ચમકવા લાગ્યો છે. આ જ કારણસર નવીગિલ્લી નવો દાવનો જમાનો આવ્યો છે. આપણને હવે જરૂર છે પારદર્શક નાણાંપધ્ધતિની. ક્રિપ્ટોકરન્સી તેમજ બ્લોકચીન ટેકનૉલોજિ જ બેંકિંગ સિસ્ટમમાં પારદર્શક્તા લાવવામાં મદદગાર થશે. આવનારા દિવસોમાં તમારે ડિજિટલ કરન્સી સાથે સંકળાયેલા જ રહેવું પડશે. જેથી હવે પછીની નાણાંકટોકટી તમને બેંકોમાં ફ્યાટ મની જમા કરાવતા સાવધ કરી શકશે, સાથે જ ભવિષ્યની આવી નાણાકટોકટી દરમિયાન તમે સલામત રહી શકશો.
વધુમાં વર્તમાન નાણાંકટોકટીએ ક્રિપ્ટોકરન્સીનું નાણાંબજારમાં શું મહત્વ છે તે પણ સમજાવી દીધું છે. આને લીધેજ એક વિકલ્પ તરીકે બીટકોઇનના ભાવને ઉપર જવામાં મદદ કરી છે. બીટકોઇન કે ક્રિપ્ટોકરન્સીની તેજીમંદીની કુદરતી સાઇકલ ચાર વર્ષની હોય છે. આ વખતની સાઇકલ વર્તમાન નાણાંકટોકટી અગાઉ જ, ૨૦૨૩ના આરંભથીજ શરૂ થઈ ગઈ હતી. રોકાણકારો બીટકોઈનમા પાછા ફર્યા તે સૂચવે છે કે, બચતનું રોકાણ ક્યાં કરવું? વધુ એક વખત સાબિત થયું છે કે ક્રિપટોકરન્સી એ વાજબી અને વૈવિધ્યતાપૂર્ણ માધ્યમ છે. આનું વધુ એક કારણ છે તે સ્થાવર અને સ્વમાલિકી હક ધરાવે છે, બેન્ક કે અન્ય કોઈ માધ્યમાં પર નિર્ભર નથી રહેવું પડતું.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








