Saturday, June 6, 2026
HomeGujaratAhmedabadકિરણ પટેલ સાથે કશ્મીરમાં મહેમાનગતી કરનારા ગુજરાત BJP નેતા-મિત્રની ધરપકડ

કિરણ પટેલ સાથે કશ્મીરમાં મહેમાનગતી કરનારા ગુજરાત BJP નેતા-મિત્રની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Fake PMO Officer Kiran Patel : કશ્મીરમાં (Jammu Kashmir) Z+ સિક્યોરીટી સાથે રોલા પાડવાના અભરખા રાખતા કિરણ પટેલનો મુદ્દો ખુબ ચર્ચિત બન્યો છે. ઠગ કિરણ પટેલ નકલી PMO અધિકારીની ઓળખ આપીને કશ્મીરમાં Z+ સિક્યોરીટી સાથે ફરતા પકડાયા બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ઠગ કિરણ પટેલ કેસ અંગે કશ્મીર પોલીસે (JK Police) વધુ બે ગુજરાતીઓની ધરપકડ કરી છે. જેમાંનો એક ગુજરાત ભાજપ પ્રદેશની ટીમમાં મીડિયા ઇન્ચાર્જ હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના ઠગ કિરણ પટેલે નકલી PMO અધિકારી બનીને જમ્મુ-કશ્મીર પ્રશાસનની સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાની ખુલ્લેઆમ મજાક ઉડાવી હતી. કિરણ પટેલે આ વર્ષની શરૂઆતમાં શ્રીનગરની બે મુલાકાત દરમિયાન અધિકારીઓ સાથે ઘણી બેઠકો પણ કરી હતી. કિરણ પટેલ અર્ધલશ્કરી રક્ષકો સાથે બડગામના દૂધપથરી ખાતે બરફમાંથી પસાર થતો હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર મુક્યો હતો. જોકે કિરણ પટેલ સાથે અન્ય બે ગુજરાતીઓ હોવાનું સામે આવતા ભારે ચર્ચાઓ જાગી હતી.

- Advertisement -

આખરે કિરણ પટેલ સાથે રહેલા બે અન્ય ગુજરાતીઓને શા માટે છોડી દેવામાં આવ્યા તે અંગે રાજકારણ ગરમાયું હતું. ત્યારે કશ્મીર પોલીસ દ્વારા કિરણ પટેલ સાથે કશ્મીરમાં મોજ માણનારા અમિત પંડ્યા અને તેના મિત્ર જય સીતાપરાની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના PRO હિતેષ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા છે જે CCTV નેટવર્કિંગ કંપીની ચલાવે છે અને ગુજરાત ભાજપ પ્રદેશની ટીમમાં મીડિયા ઇન્ચાર્જ છે. કશ્મીરમાં ઠગ કિરણ પટેલનો ભાંડો ફુટયા બાદ બંને ગુજરાત પરત ફર્યા હતા. જોકે કિરણ પટેલના રિમાન્ડ બાદ બંનને પુછપરછ કરવા માટે કશ્મીર બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઠગ કિરણ પટેલે નકલી PMO અધિકારીની ઓળખ આપીને માત્ર કશ્મીરમાં જ નહીં પરંતું ગુજરાતમાં પોલીસ અધિકારી, સંત, રાજકારણીઓ અનેકને માયાજાળમાં ફસાવીને છેતર્યા હોવાની વિગત એકબાદ એક સામે આવી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular