Thursday, April 16, 2026
HomeGujaratઅંબાજી મંદિરમાં ભારે વિવાદોની વચ્ચે ઉજવાઈ હોળી, ભક્તોનું ઘોડાપૂર

અંબાજી મંદિરમાં ભારે વિવાદોની વચ્ચે ઉજવાઈ હોળી, ભક્તોનું ઘોડાપૂર

- Advertisement -

નવજીન ન્યૂઝ. બનાસકાંઠાઃ Holi celebrated in Ambaji temple: બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા દેશના 51 શક્તિપીઠ પૈકીના આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાતા અંબાજી મંદિરમાં (Ambaji Temple) આજે ફાગણ સુદ પૂનમના દિવસે ભક્તોનો વહેલી સવારથી મેળાવડો જામ્યો હતો .મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા ભક્તો પર ફૂલોનો વરસાદ કરી સૂકો રંગ છાંટી હોળીની (Holi) ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

અંબાજી મંદિરમાં એક તરફ પ્રસાદને લઈને પુર જોશમાં વિવાદ ચાલી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. તમામ ભક્ત મંગળા આરતીમાં જોડાયા હતા. ત્યારબાદ અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા ભક્તો ઉપર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો અને અલગ-અલગ સુક્કો રંગ ભક્તો પર છાંટવામાં આવ્યો હતો. ભક્તો પણ હોળીના પર્વમાં રંગે રંગાતા જોવા મળ્યા હતા. આમ મા અંબાના મંદિરમાં ધુમઘામથી હોળીનો પર્વ ઉજવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : અંબાજીમાં ઠેર-ઠેર લાગ્યા બેનરઃ”ચિક્કી નાબુદ કરો, મોહનથાળ ચાલુ કરો”

- Advertisement -

અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દેવાંગભાઈ ઠાકરે આજે ફાગણ સુદ પૂનમના દિવસે અંબાજી ખાતે આવેલા તમામ ભક્તોને અને દેશભરના તમામ ભક્તજનોને હોળી પર્વની શુભકામના પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિરમાં પ્રસાદને લઈને ચાલી વિવાદમાં ચીકીનાં કોન્ટ્રાક્રટ રજનીભાઈ પટેલે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ટેન્ડર ભર્યું ત્યારે મને ખબર નહોતી કે મોહનથાળનો પ્રસાદ બંધ થઈ જશે. અખબારમાં જાહેરાત જોઈને મેં ટેન્ડર ભર્યું હતું અને પછી મને ટેન્ડર મળ્યું. સોમનાથમાં પણ અમે જ ચીકી આપીએ છીએ. હું અંબા માતાના એક ભક્ત તરીકે માનું છું કે મોહનથાળનો પ્રસાદ બંધ થવો ન જોઈએ. મારા પરિવારની પણ એ જ લાગણી છે કે મોહનથાળનો પ્રસાદ બંધ ન થાય.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular