નવજીવન ન્યૂઝ. મુંબઈ: Mumbai Terror Attack threat News: મુંબઈમાં(Mumbai) આતંકવાદી હુમલાની ધમકી (Terror attack threat) મળતા ખળભળાટ મચી ગયો છે. NIAને ધમકીભર્યો મેઈલ મળતા વિવિધ શહેરમાં સુરક્ષા વધારી એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે જ આ મેઈલ અંગેની માહિતી મુંબઈ પોલીસને(Mumbai Police) પણ મળતા પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અહેવાલોના માધ્યમથી માહિતી સામે આવી રહી છે કે, આજરોજ NIAને ઈમેલમાં આતંકી હુમલાની ધમકી મળી છે. આ ધમકીને પગલે દેશના વિવિધ શહેરોને સુરક્ષા વધારી એલર્ટ રહેવાની સૂચના આપી દેવાઈ હોવાના અહેવાલ છે. સાથે જ એક ન્યૂઝ વેબસાઈટ પરથી માહિતી મળી છે કે, ધમકીભર્યો મેઈલ તાલિબાની સંગઠનના સિરાજુદ્દીન હક્કાનીના હક્કાની નેટવર્ક તરફથી કરવામાં આવ્યો છે. જેમાં આ હુમલાનો આદેશ હક્કાની દ્વારા કરવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી છે. આમ પોલીસ સહિત દેશની સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે અફઘાનિસ્તાનની સરકાર પર હક્કાની નેટવર્કના વડા સિરાજૂદ્દીન હક્કાનીનો નોંધપાત્ર પ્રભાવ હોવાનું કહેવાય છે.
મહત્વની વાત છે અગાઉ પણ મુંબઈના માઉન્ટ મેરી ચર્ચને ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. જેમાં લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠન દ્વારા હુમલો કરાવની ધમકી આપવામાં આવી હતી. ઉપરાંત ગુજરાતના જામનગરમાં પણ રશિયાથી ગોવા આવી રહેલું વિમાન પણ ધમકીના પગલે ટેકઑફ કરી તપાસ કરવામાં આવી હતી. સદનસીબે તમામ ધમકીઓમાં કોઈ પણ દમ ન હતો અને કોઈ ઘટના ઘટી ન હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








