Thursday, June 25, 2026
HomeGujaratRajkotવ્યાજખોરોને નાથવા રાજકોટ ગ્રામ્ય પોલીસ આવતીકાલે યોજશે દરેક પોલીસ સ્ટેશનમાં લોકદરબાર

વ્યાજખોરોને નાથવા રાજકોટ ગ્રામ્ય પોલીસ આવતીકાલે યોજશે દરેક પોલીસ સ્ટેશનમાં લોકદરબાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજ્યમાં ઉંચા વ્યાજે નાણા ધીરનાર વ્યાજખોરો વિરૂધ્ધ પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસ( Rajkot Police)ના વિવિધ પોલીસ સ્ટેશનમાં પણ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાજખોરો (Usury)થી પીડીત લોકોને રજૂઆત અને લેખીત અરજી કરવા માટે રાજકોટ ગ્રામ્યના પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડ (Rajkot SP Jaypalsinh Rathod) દ્વારા અપિલ કરવામાં આવી છે.

રાજ્યમાં છાસવારે વ્યાજખોરો દ્વારા ઉંચા વ્યાજે નાણાની ધીરધાર કરી નાગરિકોને વ્યાજના ચક્કરમાં ફસાવી પરેશાન કરવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે કેટલાક કિસ્સામાં તો વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સામૂહિક આત્મહત્યાના બનાવ પણ સામે આવી ચૂક્યા છે. એવામાં તાજેતરમાં જ ગૃહ રાજ્યમંત્રીએ વ્યાજખોરો વિરૂધ્ધ ઝુંબેશ ચલાવવાનું નિવેદન આપ્યું હતું. બાદમાં ગુજરાત પોલીસે દરેક સ્થળો પર વ્યાજખોર વિરૂધ્ધ લોકદરબારના આયોજન કરવાની શરૂઆત કરી છે. આ પ્રકારે રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડે પણ વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા, ભાયાવદર, પાટણવાવ, વિરપુર, જસદણ, આટકોટ, ભાડલા, વિછીંયા, કોટડાસાંગાણી, લોધીકા, પડધરી અને શાપર વેરાવળ ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડ દ્વારા આ બાબતે અખબારી યાદી પ્રસિધ્ધ કરી જણાવ્યું છે કે, આવતીકાલે તારીખ 12 જાન્યુઆરીના રોજ ઉપરોક્ત પોલીસ સ્ટેશન ખાતે યોજાનાર લોકદરબારમાં વ્યાજખોરોથી પીડિત નાગરિકો આવી પોતાની રજૂઆત કરી શકે છે. સાથે જ તેમની રજૂઆત લેખીત અરજી સ્વરૂપે પોલીસને આપે જેથી વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકે. ઉપરાંત તેમણે જણાવ્યું છે કે, લોકદરબારમાં લોકોને કાયદાની અને બેન્કિંગ તેમજ ધીરધારના નિયમોની સમજ આપવા માટે બેંક, સહકારી મંડળી અને રેવન્યુ વિભાગના અધિકારીઓ હાજર રહેશે. રાજકોટ ગ્રામ્ય પોલીસનો લોકદરબાર બપોરે 2થી 4 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.

TAG: Rajkot SP JaypalSinh Rathod

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular